વડોદરા21 મિનિટ પહેલા
- કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર
- હાલમાં વડોદરા શહેરમાં 476 લોકો ક્વોરન્ટીન છે
વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર-જિલ્લામાં છેલ્લા 36 કલાકમાં નવા 119 કેસ નોંધાયા છે. કોરોનાના કેસની કુલ સંખ્યા 1,36,370 પર પહોંચી ગઇ છે. વધુ 53 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ 1,35,099 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 757 પર પહોંચ્યો છે.
હોસ્પિટલોમાં 21 દર્દી દાખલ
વડોદરા શહેર અને જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 514 થઇ છે. હાલમાં હોસ્પિટલોમાં 21 દર્દી દાખલ છે. જે પૈકી 3 દર્દી હાલ ઓક્સિજન પર છે. હાલમાં શહેરમાં 476 લોકો ક્વોરન્ટીન છે.
આ વિસ્તારોમાં નવા કેસો નોંધાયા
વડોદરામાં એકતાનગર, અકોટા, અટલાદરા, બાપોદ, ભાયલી, છાણી,દંતેશ્વર, દિવાળીપુરા, ફતેપુરા,ગોરવા, ગોત્રી, હરણી, જેતલપુર, કપુરાઇ, મકરપુરા, માંજલપુર, નવાયાર્ડ, નવીધરતી, પાણીગેટ, સમા, સવાદ, સીયાબાગ, સુભાનપુરા, તાંદલજા, હેતપુરા, કેલનપુર, રતનપુર સોખડા, દશરથ, ખાનપુર, અંકોડિયા, દુમાડ, અસોજ, ગણપતપુરા, ખટમ્બા, રણોલી, ડાબકા, રસુલાબાદ, ખેડાકર મસિયા, વાઘોડિયા, દિપાપુરા, સાંધાસલ, દોલતપુરા પાંડુ, પોર, ગોસિન્દ્રા, મોભા અને બાજવા માં નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.
ઝોન પ્રમાણે કેસ
વડોદરામાં ઝોન પ્રમાણે નવા નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો પૂર્વ ઝોનમાં 7, પશ્ચિમ ઝોનમાં 39, ઉત્તર ઝોનમાં 19 અને દક્ષિણ ઝોનમાં 18 કેસ નોંધાયા છે અને ગ્રામ્યમાં 36 કેસ નોંધાયા છે.