Monday, July 25, 2022

વાંકાનેરના કુંભારપરામાંથી સાત જુગારી ઝડપાયા, એક નાસી છૂટ્યો | Seven gamblers nabbed from Kumbharpara in Wankaner, one escaped

વાંકાનેરએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • પોલીસના અસ્તિત્વને ગણકાર્યા વગર જ ખેલીઓ બેફામ બની રહ્યા છે

વાંકાનેરના કુંભારપરામાંથી જાહેરમાં જુગાર રમતા 7 ઝડપાયા, એક પોલીસને ચકમો આપી ફરાર થઇ જતાં પોલીસે શોધખોળ આરંભી છે, ખેલીઓ પાસેથી 10,550નો મુદ્દામાલ કબજે લઇ કાર્યવાહી આરંભી છે. જુગારની પૂરબહાર મૌસમ ખીલી ઉઠી છે ત્યારે જુગારીઓ જાણે પોલીસનું અસ્તિત્વ જ ન હોય તેમ જાહેરમાં જુગાર રમી પોલીસને જાણે ચેલેન્જ આપી રહ્યા હોય તેમ જાહેરમાં જુગાર રમી રહ્યા હતા, જ્યાં પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન બાતમીના આધારે કુંભારપરા વિસ્તારમાં દરોડો પાડી જુગાર રમતા 7ને રોકડ રકમ રૂ. 10,550 સાથે ઝડપી લીધા હતા.

વાંકાનેર સીટી પોલીસે જુગાર રમતાં રમજાનઅલી પંજવાણી, મુસ્તુફાભાઇ શાહમદાર, મેહુલભાઈ મારૂ, અશોકભાઇ ધરજિયા, ફારૂખભાઈ ભટ્ટી, રમેશભાઇ ઉર્ફે તેજાભાઈ ગોરીયા સહિત 7ને ઝડપી પાડ્યા હતા જ્યારે અન્ય એક આરોપી સાગરભાઈ ઉધરેજા ફરાર થઈ જતાં તેની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: