Sunday, August 28, 2022

અમરેલીનો ધાતરવડી-1 ડેમ ઓવરફ્લો થતા રાજુલાવાસીઓ ડેમ પર પહોંચ્યા | Dhatrawadi-1 dam overflowing of Amreli, residents of Rajula reached the dam

અમરેલી24 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • રાજુલા શહેરમાં ભાજપ, વિશ્વ હિન્દુ પરિષદ, ચેમ્બર ઓફ કોમર્સ સહિતની સંસ્થાઓ જોડાઈ

અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા ધારેશ્વર ગામ નજીક ધાતરવડી ડેમ 1 થોડા દિવસો પહેલા ઓવરફ્લો થયા બાદ આજે લોકો દ્વારા વધામણાં કરવા આવ્યા હતા અહીં રાજુલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભાજપ અગ્રણી રવુભાઈ ખુમાણના અધ્યક્ષ સ્થાને મોટી સંખ્યામાં લોકો ડેમ ઉપર પોહચી વધામણાં કર્યા હતા. જેમાં શહેર ભાજપ વિશ્વ હિન્દુ પરિષદ,ચેમ્બર ઓફ કોમર્સ વેપારી સહિત અલગ અલગ સંસ્થા,આસપાસના ખેડૂત અગ્રણીઓ પણ જોડાયા હતા.

ધારેશ્વર નજીક ધાતરવડી ડેમ1 ઓવરફ્લો થવાના કારણે આસપાસના ગામડાના ખેડૂતો અને રાજુલા શહેરને વધુ ફાયદો થવાના કારણે લોકો ઉત્સાહિત બનીને વધામણાં કરવા અહીં આવ્યા હતા ફૂલ હાર શ્રીફળ સાથે અહીં વધામણાં કાર્યકમ યોજાયો હતો. અહીં ઉપસ્થિત અગ્રણી પૂર્વ પ્રમુખ રવુભાઈ ખુમાણ એ કહ્યું અહીં આ ડેમ ભરાવવાના કારણે ગામડાના લોકોને પાણીનો પ્રશ્નન હલ થયો છે ખેડૂતોને ખૂબ ફાયદો થવાનો છે જેના કારણે બધા લોકો હરખમાં આવી અહીં વધામણાં કર્યા છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.