No results found

    ઉકાઈ ડેમમાં પાણીની આવક ઘટવા છતાં તંત્ર દ્વારા 12 દરવાજા 9 ફૂટ ખોલીને 1.84 લાખ ક્યુસેક પાણી છોડવાનું યથાવત | 1.84 lakh cusecs of water continued to be released by opening 12 gates at 9 feet through the system despite falling water income in Ukai Dam

    • Gujarati News
    • Local
    • Gujarat
    • Surat
    • 1.84 Lakh Cusecs Of Water Continued To Be Released By Opening 12 Gates At 9 Feet Through The System Despite Falling Water Income In Ukai Dam

    સુરત39 મિનિટ પહેલા

    • કૉપી લિંક
    ઉકાઈ ડેમની ફાઈલ તસવીર. - Divya Bhaskar

    ઉકાઈ ડેમની ફાઈલ તસવીર.

    • ડેમની સપાટી રૂલ લેવલને પાર 335.73 ઉપર પહોંચતા તંત્ર દ્વારા તાપીમાં પાણી છોડાઈ રહ્યું છે

    હવામાન વિભાગની આગાહી પ્રમાણે મહારાષ્ટ્ર તથા મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડતા ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં ભારે વધારો નોંધાયો હતો. જેથી ઉકાઈ ડેમની સપાટી વધીને 336 ફૂટ આસપાસ પહોંચવા આવી હતી. તેના પગલે તંત્ર દ્વારા ઉકાઈ ડેમમાંથી 1.84 લાખ પાણી છોડવામાં આવી રહ્યું છે. છેલ્લા બે દિવસથી તંત્ર દ્વારા પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્યારે આજે પણ 1.84 લાખ ક્યુસેક પાણી છોડીને ડેમની સપાટી રૂલ લેવલ નજીક લઈ જવા મથામણ કરવામાં આવી રહી છે. હાલ ઉકાઈ ડેમના 12 દરવાજા 9 ફૂટ ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે

    હથનુર ડેમમાંથી પાણીની આવક યથાવત
    ઉકાઈ ડેમ તંત્ર પાસેથી મળતી વિગતો મુજબ હથનુર ડેમમાંથી પાણીનો જથ્થો છોડવાનો યથાવત રાખવામાં આવ્યું છે. આજે પણ 83 000 ક્યુસેક પાણી ઉકાઈ ડેમમાં હથનુરમાથી આવી રહ્યું છે. ઉકાઈ ડેમના કેચમેન્ટમાં પણ ભારે વરસાદના પગલે ડેમમાં કુલ 1.36 લાખ પાણીની આવક થઈ રહી છે.

    તાપી નદી બે કાંઠે
    ઉકાઈ ડેમમાંથી ભારે માત્રામાં પાણી છોડવામાં આવતા તાપી નદી બે કાંઠે વહી રહી છે. સુરતમાં સીંગણપુર કોઝવે ની સપાટી 9.25 મીટર નોંધાય છે. જેથી સુરતમાં કોઝવે પરથી 2.25 લાખ ક્યુસેક પાણી કોઝવે પરથી પસાર થઈ રહ્યો છે. જેના કારણે તાપી નદીનો નજારો નયન રમ્ય સર્જાયો છે.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال