- Gujarati News
- Local
- Gujarat
- Ahmedabad
- Ahmedabadites Thronged The Foot Overbridge, More Than 15 Thousand People Strolled On The First Day, At One Point The Entry Was Also Closed Due To The Crowd.
અમદાવાદ24 મિનિટ પહેલા
અમદાવાદના લોકોને નવું નજરાણું એટલે સાબરમતી નદી પર બનાવવામાં આવેલો અટલ ફૂટ ઓવરબ્રિજ. આજે લોકોની ભીડથી એટલો ભરાઈ ગયો છે કે પગ મૂકવાની જગ્યા પણ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શનિવારે સાંજે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આજે રવિવારે વહેલી સવારથી જ ઓવરબ્રિજ ઉપર લોકોની ભીડ જોવા મળી રહી છે. રવિવાર સાંજ સુધીમાં 15 હજારથી વધુ મુલાકાતીઓએ ફૂટ ઓવરબ્રિજની મુલાકાત લીધી હતી. આજે રવિવાર હોવાથી સાંજે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. ફૂટ ઓવરબ્રિજ ઉપર જવા માટે એટલી ભીડ થઈ ગઈ હતી કે એક સમયે લોકોની એન્ટ્રી પણ બંધ કરવી પડી હતી.
લોકો બ્રિજને સેલ્ફી માટેનું નવું ડેસ્ટિનેશન માને છે
અટલ ફૂટ ઓવરબ્રિજ જોવા આવેલા સ્નેહલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ ખૂબ જ સારી જગ્યા છે. ફોટો લેવા સેલ્ફી માટેની ખૂબ જ સારી જગ્યા છે. અમે ખૂબ જ એન્જોય કરી રહ્યા છીએ. સાબરમતી નદી પર બનાવવામાં આવેલો આ બ્રિજ ફરવા માટેની ખુબ જ સારી જગ્યા છે. સીમરન વર્માએ જણાવ્યું હતું કે, અમદાવાદનો આ ખૂબ જ સારો સેલ્ફી પોઇન્ટ બન્યો છે અને બ્રિજ ઉપરથી સાબરમતી નદી નો નજારો ખૂબ જ સારો જોવા મળે છે. ફૂટ ઓવરબ્રિજ ઉપર હાલ કોઈ પી નક્કી કરવામાં આવી નથી. ટ્વિંકલ પારેખે જણાવ્યું હતું કે, યુવાઓને ફરવા માટે ખૂબ જ સારી જગ્યા છે. અમદાવાદ માટે એક નવી અને સારી સેલ્ફી પોઇન્ટ લેવાની જગ્યા છે.

લોકો અટલ બ્રિજ ખૂલવાની રાહ જોતા હતા
અટલ ફુટ ઓવરબ્રિજ ઉપર ફરવા આવેલા જીનલ કાટેલીયાએ જણાવ્યું હતું કે, ફરવા માટેની આ ખૂબ જ સારી જગ્યા છે. ફૂટ ઓવરબ્રિજ બનીને તૈયાર થઈ ગયો હતો, પણ ક્યારે શરૂ થાય તેની અમે રાહ જોઈ રહ્યા હતા અને ગઈકાલે જ્યારે વડાપ્રધાન દ્વારા આને ખૂલ્લું મૂકવામાં આવ્યું છે. ફરવા માટેની ખૂબ જ સારી જગ્યા છે. આજે અમે અહીંયા આવ્યા છીએ અને નદીનો ખૂબ જ સારો નજારો અહીંયાથી જોવા મળે છે.

ફૂટ ઓવર બ્રિજનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લોકોએ વખાણ્યું
ફૂટ ઓવર બ્રિજ જોવા આવેલા ઈશિતાએ જણાવ્યું હતું કે, અમદાવાદ માટે આ એક ખૂબ જ આકર્ષણવાળી જગ્યા છે. સેલ્ફી અને ફોટો લેવા માટેની ખૂબ જ સારી જગ્યા છે. રિવરફ્રન્ટ ઉપર આ બીજી એવી સારી જગ્યા અમદાવાદીઓને મળી છે. પીન્કેશ નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે, છેલ્લા એક મહિનાથી હું આ ફૂટ ઓવરબ્રિજ શરૂ થાય તેની રાહ જોઈ રહ્યો છું અને આ ફુટ ઓવરબ્રિજ આજે શરૂ થઈ ગયો છે. ખૂબ જ સારી ફરવા માટેની જગ્યા છે અને ફોટો પડાવવા સેલ્ફી લેવાની ખૂબ જ સારી જગ્યા મળી છે. યશ નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે, ફૂટ ઓવર બ્રિજનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ જ સારું છે. નાગરિકો માટે આ એક સેલ્ફી પોઇન્ટ બની ગયો છે અને ફરવા માટેની ખૂબ જ સારી જગ્યા છે.

મહિલા સુરક્ષા માટે શી ટીમ ન હોવાની બૂમરાણ
લોકોના ફરવા માટે અને અમદાવાદી અમદાવાદીઓ છેલ્લા ઘણા સમયથી જેની રાહ જોતા હતા, એવા અટલ ફૂટ ઓવરબ્રિજનું ઉદઘાટન કરવામાં આવતા હજારોની સંખ્યામાં લોકો આવ્યા છે. ત્યારે મહિલાઓ અને યુવતીઓની જે રીતે સુરક્ષા માટે શી ટીમ હોવી હોઈએ, પરંતુ ત્યાં જોવા મળી ન હતી. સુરક્ષા માટે પૂરતી પોલીસ જોવા મળી ન હતી. બ્રિજ ઉપર ફરવા આવેલી અને ફોટો પડાવતી યુવતીઓને જોઈ અને કેટલાક યુવાનો તેમને જોઈ અને ચીચીયારીઓ અને બૂમો પણ પાડતા હતા અને કોમેન્ટો પણ પાસ કરતા જોવા મળ્યા હતા. બ્રિજ પર પોલીસ હતી પરંતુ તેઓ પોતાના મોબાઈલ અને ફોટો પડાવવામાં જ વ્યસ્ત ઊભા રહ્યા હતા.


