No results found

    15મી સપ્ટેમ્બરે ઇન્ડિયા મહારાજા અને વર્લ્ડ જાયન્ટ્સ વચ્ચે મેચ રમાશે

    featured image

    [og_img]

    • 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે વિશેષ મેચ રમાશે
    • લિજેન્ડ ક્રિકેટ લીગ પહેલાં રમાશે આ વિશેષ મેચ
    • 15મી સપ્ટેમ્બરે કોલકાતાના ઐતિહાસિક ઇડન ગ્રાઉન્ડમાં મુકાબલો

    ભારતની આઝાદીના 75 વર્ષ પૂરા થવાની ઉજવણીના ભાગરૂપે એક વિશેષ મેચનું આયોજન થઈ રહ્યું છે. આ મુકાબલો 15મી સપ્ટેમ્બરે કોલકાતાના ઐતિહાસિક ગ્રાઉન્ડ ઇડન ગાર્ડન્સ ખાતે સૌરવ ગાંગુલીની ઇન્ડિયા મહારાજા અને 2019ની વર્લ્ડ કપ ચેમ્પિયન ઇંગ્લેન્ડની ટીમના ભૂતપૂર્વ સુકાની ઇયોન મોર્ગનના નેતૃત્વ હેઠળની વર્લ્ડ જાયન્ટ્સ ટીમ વચ્ચે રમાશે. આ મેચ લિજેન્ડ ક્રિકેટ લીગ પહેલાં રમાશે જે 16મી સપ્ટેમ્બરથી રમાશે. આ મુકાબલો ભારતની સ્વતંત્રતાના 75 વર્ષ સાથે જોડાયેલા કાર્યક્રમો સાથે જોડાયેલો રહેશે. આ વિશેષ મેચમાં પાકિસ્તાની ખેલાડીઓ વર્લ્ડ જાયન્ટ્સ તરફથી રમે તેવી સંભાવના હતી પરંતુ વિઝાની સમસ્યાના કારણે તેઓનું રમવું શંકાસ્પદ બન્યું છે.

    ઇન્ડિયા મહારાજા:

    સૌરવ ગાંગુલી (સુકાની), વીરેન્દ્ર સેહવાગ, મોહમ્મદ કૈફ, યુસુફ પઠાણ, એસ. બદ્રીનાથ, ઇરફાન પઠાણ, પાર્થિવ પટેલ, સ્ટુઅર્ટ બિન્ની, એસ. શ્રીસંત, હરભજનસિંહ, નમન ઓઝા, અશોક ડિંડા, પ્રજ્ઞાન ઓઝા, અજય જાડેજા, આરપી સિંહ, જોગિન્દર શર્મા, રિતેન્દરસિંહ સોઢી.

    વર્લ્ડ જાયન્ટ્સ:

    ઇયોન મોર્ગન (સુકાની), લેન્ડલ સિમન્સ, હર્ષેલ ગિબ્સ, જેક કાલિસ, સનત જયસૂર્યા, મેટ પ્રાયર, નાથાન મેક્કુલમ, જોન્ટી રોડ્સ, મુથૈયા મુરલીધરન, ડેલ સ્ટેઇન, હેમિલ્ટન મસાકદ્ઝા, મુશર્રફ મોર્તઝા, અસગર અફઘાન, મિચેલ જ્હોન્સન, બ્રેટ લી, કેવિન ઑબ્રાયન, દિનેશ રામદીન.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال