કાટવાણા ગામે 20 તોલા સોનાની ચોરી, 9 લાખ કરતા વધારેના મુદ્દામાલ ઉઠાવી ગયા; બગવદર પોલીસે હાથ ધરી તપાસ | Katwana village stole 20 tolas of gold, looted over 9 lakhs worth of items; Bagwadar police conducted an investigation

પોરબંદર26 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પોરબંદરના કાટવાણા ગામે ચોરીની ઘટના સામે આવી છે. જેમાં 9 લાખ કરતા વધારેના સોનાના દાગીના સહિતના મુદ્દામાલ સાથે ચોરી થયાની ફરીયાદ નોંધાઈ છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કાટવાણા ગામની આથમણી બાજુ જતા વાડી વિસ્તારમા રહેતા અને ખેતીનો વ્યવસાય કરતા ફરીયાદી રામ નોંઘણ ગોરાણીયા ઉ.વ.30નાએ બગવદર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે 09-08-22ના રાત્રીના 01 થી 03:15 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન તેમના રહણાંક મકાનમા આવેલ ઓસરીનું તાડુ તોડી અને ત્યાર બાદ અંદરના રૂમનો આગરીયો તોડી મકાનની અંદર કોઈ અજાણ્યા ચોર ઈસમે પ્રવશે કરી મકાનની અંદર પડલે લાકડાના બંને કબાટમાથી સોનાના દાગીના આશરે 20 તોલા જેની કિમત 9 લાખ તથા રોકડ 11,500 મળી કુલ રૂપિયા 9,11,500ની કોઇ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયાની ફરીયાદ નોંધાવી છે.

પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો
ઘટનાને પગલે બગવદર પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરૂધ્ધ IPC ની કલમ 380,454 મુજબ ગુનો નોંધી ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ બગવદર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ.સી.ગોહિલ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે…

https://images.bhaskarassets.com/web2images/960/2022/08/11/558bbabe-f1c7-445e-b734-5a21be7b52e7_1660164623664.jpg

Previous Post Next Post