No results found

    ગોધરામાં ગાયોની તસ્કરી સાથે સંકળાયેલા 2 આરોપીઓ ઝડપાયા

    [og_img]

    • સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ગાયોની તસ્કરીનો ગુનો નોંધ્યો
    • પોલીસે કુલ 6 ઇસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી
    • ગાયોની તસ્કરી કરનારા 2 આરોપીઓને શોધી ધરપકડ કરાઈ

    પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરમાં ગાયોની તસ્કરીના મામલે પોલીસ વિભાગ દ્વારા 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કુલ 6 ઇસમો વિરુદ્ધ ગાયોની તસ્કરીનો ગુનો નોંધ્યો હતો. જે બાદ ટેકનીકલ સર્વેલન્સના આધારે 2 આરોપીઓને પકડી પાડવામાં સફળતા મેળવી હતી.

    સીસીટીવીના આધારે પોલીસે 6 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો

    મળતી માહિતી અનુસાર ગોધરા શહેરના ગણેશ નગર સોસાયટીમાંથી ગાયોની તસ્કરી થઇ હોવાનું સામે આવ્યું હતું. જે બાદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરુ કરી હતી.જેમાં 6 ઇસમો સોસાયટીમાં રહેલી ગાયોની ઉઠાંતરી કરતા હોવાનો ખુલાસો થયો હતો. આથી ગાયોની ઉઠાંતરીના સીસીટીવી ફુટેઝ સામે આવ્યા બાદ પોલીસે 6 ઇસમો વિરુદ્ધ ગાયોની તસ્કરીનો ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.


    ટેકનીકલ સર્વેલન્સના આધારે પોલીસે 2 આરોપીઓને પકડવામાં સફળતા મેળવી 

    એલસીબી પોલીસે ગાયોની તસ્કરી મામલે સીસીટીવી કેમેરામાં દેખાયેલા અને ફરિયાદમાં નોંધાયેલા 6 ઈસમો પૈકી 2 ઇસમોને ટેક્નિકલ સર્વેલન્સના આધારે ગોધરાથી જ ઝડપી પાડ્યા હતા. હાલ આ કેસની તપાસ ચાલુ છે. આરોપીઓ ગાયોની તસ્કરી કઈ રીતે કરતા હતા અને તસ્કરી કરાયેલી ગાયને ક્યા પહોંચાડતા હતા તે દિશામાં પોલીસે તપાસ શરુ કરી હતી.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال