Sunday, August 14, 2022

કચ્છમાં હર ઘર તિરંગા અંતર્ગત કાળા ડુંગર પર 300 મીટર લાંબી તિરંગા યાત્રા યોજાઈ, જખૌમાં કોસ્ટગાર્ડ દ્વારા વિવિધ ઉજવણી કરાઈ | A 300-meter-long tricolor yatra was held on Black Hill under Har Ghar Tiranga in Kutch, various celebrations were organized by the Coast Guard in Jakhou.

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • A 300 meter long Tricolor Yatra Was Held On Black Hill Under Har Ghar Tiranga In Kutch, Various Celebrations Were Organized By The Coast Guard In Jakhou.

કચ્છ (ભુજ )8 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • જિલ્લામાં ઠેર ઠેર બાઈક રેલી, રંગોળી સ્પર્ધા અને તિરંગા વિતરણ કાર્યક્રમ યોજાયા

દેશની આઝાદીના 75 માં અમૃત મહોત્સવની ઉજવણી માટે ચાલી રહેલા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સમગ્ર કચ્છમાં દેશભક્તિનો લોક જુવાળ જોવા મળી રહ્યો છે. જિલ્લાના ગ્રામીણ વિસ્તારથી શહેરોના ઘરો , વ્યવસાયિક પ્રતિસ્થાનો અને વહીવટી તંત્રની કચેરીઓ પર દેશની સાન રાષ્ટ્રધ્વજ ફરકતા જોવા મળી રહ્યા છે. જેના ભાગરૂપે આજે ભૂજ તાલુકાના દુર્ગમ ખાવડા પાસેના પ્રસિદ્ધ કાળા ડુંગર ખાતે પણ 300 મીટર લાંબી તિરંગા યાત્રા યોજાઈ હતી. સફેદ રણ પાસેના લીલી હરિયાળીથી છવાયેલા કાળા ડુંગર પર આયોજિત આ તિરંગા યાત્રાથી દેશપ્રેમ દર્શાવતો અદભુત નજારો જોવા મળ્યો હતો. બીજી તરફ અબડાસા તાલુકાના જખૌ ખાતે કોસ્ટગાર્ડ દ્વારા પણ બાઈક રેલી, તિરંગા યાત્રા અને પ્લાસ્ટિક મુક્ત ભારત સહિતના કાર્યક્રમો યોજાયા હતા.

ખાવડા ખાતે તિરંગા યાત્રાએ આકર્ષક જમાવ્યું
ખવડાના કાળા ડુંગર ખાતે હર ઘર તિરંગા હરઘર તિરંગા યાત્રા યોજાઈ હતી. તિરંગા યાત્રાનું પ્રસ્થાન ખાવડા ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતેથી ડેપ્યુટી કલેકટર અતિરાગ ચાંપલોત, માજી જિલ્લા પંચાયતના સદસ્ય રશીદભાઈ સમા,લોહાણા સમાજના પ્રમુખ હીરાલાલ રાજદે, મામલતદાર ભુજ દ્વારા લીલી જંડી આપી કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ખાવડા વિસ્તારના બહોળી સંખ્યામાં યુવાનો બાઇક રેલી સ્વરૂપે કાળા ડુંગર સુધી જોડાયા હોવાનું સતાજી સમાએ જણાવ્યું હતું.

જખૌ પાસે કોસ્ટગાર્ડ દ્વારા અમૃત મહોત્સવની ઉજવણી કરાઈ
75મા સ્વાતંત્ર્ય દિવસ સુધી ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) એ અબડાસાના બંદરિય ગામ જખૌ ખાતે ગુજરાતના દુર્ગમ અને નિર્જન ટાપુઓ પર રાષ્ટ્રગીત સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. જે મુખ્ય ભૂમિ સાથે પણ દેશભક્તિનો ઉત્સાહ સમાન બની રહ્યો હતો. આ પ્રસંગે કોસ્ટગાર્ડ ના અધિકારી ગણ દ્વારા સ્વચ્છ ભારત મિશન અને પ્લાસ્ટિક મુક્ત ભારત વિચારને જવાબદારી પૂર્વક દરેક નાગરિકે જાગૃત બની અમલવારી કરવા શીખ અપાઈ હતી. કોસ્ટગાર્ડના જવાનોએ યોજાયેલી તિરંગા બાઈક યાત્રાથી વિશિષ્ટ દેશપ્રેમ દર્શાવ્યો હતો.

નગલપર ગામના તમામ વૃક્ષો તિરંગાના રંગે રંગાયા
નખત્રાણાના નાગલપર ગામે એક અનોખો દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. નાગલપર ગામના પાદરેથી ગામના અંત સુધીમાં રસ્તાની બંને બાજુએ વૃક્ષોના થડ ઉપર કેસરી, સફેદ અને લીલા રંગના કલરના પટ્ટા બનાવીને તિરંગા બનાવવામાં આવતા વૃક્ષો પણ જાણે તિરંગામય બની ગયા છે. એક બાજુ બાળકો ના હાથ માં તિરંગા અને બીજી બાજુ વૃક્ષો ના થડ જાણે કે રાષ્ટ્રમય બની ગયા છે. તો બીજી તરફ દેવપર ગામની શાળામાં 350 જેટલા વિદ્યાર્થીઓએ બનાવેલી વિવિધ માનવઆકૃતિઓથી દેશપ્રેમ ઝળકતો જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: