No results found

    ભરૂચ જિલ્લામાંથી ચાર જુગારધામ ઝડપાયા, પોલીસે 35 જુગારીયાઓને 3 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા | Four gambling dens busted in Bharuch district, police nab 35 gamblers with more than Rs 3 lakh

    ભરૂચ23 મિનિટ પહેલા

    • કૉપી લિંક
    • પોલીસે તમામની ધરપકડ કરીને પોલીસે આગળની તપાસ હાથ ધરી

    ભરૂચ જિલ્લા પોલીસે ચાર અલગ અલગ સ્થળોએથી જુગાર રમતા 35 જુગારીયાઓને રૂપિયા 3 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. તમામની ધરપકડ કરીને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

    સ્મશાનની બાજુમાં જુગારધામ
    વાગરા ત્રાલક ગામની સીમમાં આવેલ સ્મશાનની બાજુમાં જુગારધામ ચાલી રહ્યું છે. જેવી બાતમીના આધારે વાગરા પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 12 હજાર અને ચાર ફોન તેમજ ત્રણ બાઈક મળી કુલ1.59 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે જુગાર રમતો મુલેર ગામના મસ્જીદ ફળીયામાં રહેતો જુગારી અજીત રાયસંગ બારિયા, વિજય ચૌહાણ, રીતેશ ગોહિલ સહીત ચાર જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે અન્ય એક જુગારી ફરાર થઇ ગયો હતો.

    મુલેર માર્ગ ઉપર જુગારધામ
    ત્રાલક ગામથી મુલેર ગામ જવાના માર્ગ ઉપર જુગારધામ ચાલી રહ્યું છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 11 હજાર અને બે બાઈક મળી કુલ 61 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મુલેર ગામના જુના ફળિયામાં રહેતો જુગારી ઠાકોર વસાવા, બળવંત ચૌહાણ, કનું વસાવા સહીત ચાર જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા.

    ઘરમાં જુગારધામ
    જપારડી ગામમાં આવેલા ટોકીઝ ફળીયામાં રહેતો મનોજ શાંતિલાલ પ્રજાપતિના ઘરમાં જુગારધામ ચાલી રહ્યું છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 15 હજાર અને ફોન-4 મળી કુલ 55 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મુખ્ય સુત્રધાર મનોજ પ્રજાપતિ, પ્રશાતસિંહ કરમાટીયા, પૃથ્વીરાજસિંહ કરમાટીયા, જીગ્નેશ પાદરીયા સહીત સાત જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા.

    ગામવાડી વિસ્તારમાં જુગારધામ
    જંબુસર પોલીસે બાતમીના આધારે ગામવાડી વિસ્તારમાં લાઈટના અજવાળે ચાલતા જુગારધામ પર દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 64 હજાર અને 12 મોબાઈલ ફોન મળી કુલ 1.11 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જુગાર રમતા જુગારી અનુલ બાવન પટેલ, સચિન સુરેશ પટેલ, હિતેશ વિનોદ પટેલ, મનોજ ડાહ્યાભાઈ પટેલ અને સંજય મહેન્દ્ર ગાંધી સહીત 20 જુગારીયાઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال