Saturday, August 13, 2022

જામનગર: 63 વર્ષનો વૃદ્ધ ઇન્સ્ટાગ્રામ પર પૌત્રી જેટલી ઉંમરની યુવતીઓને ફસાવતો

featured image

[og_img]

  • ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી છોકરીઓને ભરમાવતો
  • જામજોધપુરનો વૃદ્ધ કોલેજિયન છોકરીઓને ફસાવતો
  • અશ્લીલ ફોટો મેળવી બ્લેક મેઈલીંગ કરતો

સોશિયલ મીડિયામાં મિત્રતાના નામે અનેક યુવતીઓ સાથે શારીરિક શોષણ થયા હોવાના અનેક બનાવો નજર સમક્ષ છે. ત્યારે જામનગર જિલ્લામાં સાયબર ક્રાઇમની આવી જ એક ઘટના સામે આવી છે. જામજોધપુરના 63 વર્ષીય વૃદ્ધે પોતાના પૌત્રી જેવડી યુવતીઓને સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર ફેક આઈડી બનાવી, મિત્રતા કેળવી, ન્યુડ કોલિંગ કરાવી, બ્લેકમેલિંગ કર્યાની પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે યુવતીઓને બ્લેકમેલિંગ કરનાર વૃદ્ધને પકડી પાડ્યો છે.

ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી છોકરીઓને ભરમાવતો
સોશિયલ મીડિયા પર અજાણી વ્યકિતની ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારતા પહેલા સાવધાન થઈ જવાની જરુર છે. જામનગર જિલ્લાના જામજોધરપુરમાં રહેતો એક 63 વર્ષીય વૃદ્ધ ઈન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી પોતાની દીકરીની ઉંમર જેવડી યુવતીઓને ફસાવતો હોવાનો ખુલાસો થયો છે. હાલ સોશિયલ મીડિયાના સૌથી પોપ્યુલર એવા ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર ફેક આઈડી બનાવી, કોલેજ જતી યુવતીઓ સાથે મિત્રતા કરી, વિશ્વાસમાં લઈ, ન્યુડ કોલિંગ કરાવી, ફોટા-વીડિઓની નકલ પોતાની પાસે રાખી, બ્લેકમેલિંગ કરતા અને જો યુવતી સંબંધો તોડી નાખે તો યુવતીના અંગત ફોટા વાયરલ કરી દેતા અને ધાક ધમકી આપતા એક વૃદ્ધને સાયબર ક્રાઇમ પોલીસે પકડી પાડ્યો છે.

જામજોધપુરનો વૃદ્ધ કોલેજિયન છોકરીઓને ફસાવતો
જામજોધપુર તાલુકાના સીદસર ગામના રસિકલાલ નારણભાઈ વડાલીયા નામના 63 વર્ષીય વૃદ્ધને પોલીસે પકડી કાયદેસરની એફઆરઆઇ દાખલ કરી ધરપકડ કરી છે. આ વૃદ્ધ ઇન્સ્ટાગ્રામ ઉપર ફેક આઈડી બનાવતો હતો અને કાલાવડ તથા જામજોધપુર તાલુકાની કોલેજ કરતી યુવતીઓનું આઈડી શોધી તેને રિક્વેસ્ટ મોકલતો હતો. ત્યારબાદ મિત્રતા કેળવતો હતો, મિત્રતા કેળવ્યા બાદ પ્રેમ જાણમાં ફસાવી યુવતીઓના અશ્લીલ ફોટા વીડિયો મંગાવી, પોતાના મોબાઈલમાં સેવ કરી તથા સંબંધ તોડી નાખવાની જો કોઈ યુવતી વાત કરે તો સગા સંબંધીઓને મોકલી, વાયરલ કરી સમાજમાં બદનામ કરવાની ધમકી આપી, સંબંધ રાખવા માટે વૃદ્ધ મજબૂર કરતો હતો.

અશ્લીલ ફોટો મેળવી બ્લેક મેઈલીંગ કરતો
આ વૃદ્ધનો ભોગ બનેલ એક યુવતીએ જામનગર સાઇબર ક્રાઇમનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ સાઇબર ક્રાઇમના મહિલા કર્મચારીઓની વિશેષ ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં વુમન પોલીસ કોન્સ્ટેબલ પૂજાબેન ધોળકિયાની આગેવાની નીચે તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. જેમાં ઇન્સ્ટાગ્રામ પાસેથી આઈએસપી રિપોર્ટ મંગાવી તથા આઇપીડીઆરનું ટેકનીકલ એનાલિસિસ કરી આ ટીમ સીદસર ગામે પહોંચી હતી અને આરોપીની ઓળખ મેળવી આરોપીને દબોચી લીધો હતો. આ શખ્સના મોબાઈલમાંથી કોલેજ જતી બે થી ત્રણ યુવતીઓના અંગત ફોટા તથા વીડીયો મળી આવ્યા છે. આ વૃદ્ધનો કોઈ યુવતીઓ ભોગ બની હોય તો તેઓએ સાઇબરનો સંપર્ક કરવા સાઇબર ક્રાઇમ પોલીસ દફ્તર દ્વારા જણાવવામાં આવ્યું છે.     

Related Posts: