Monday, August 1, 2022

બોટાદ જિલ્લામાં 66 ગામોમાં 479 પશુ લમ્પી વાઈરસથી અસરગ્રસ્ત; વેક્સિન આપવાની કામગીરી પુરજોશમાં | 479 cattle affected by lumpy virus in 66 villages in Botad district; Vaccination in progress

બોટાદ2 કલાક પહેલા

બોટાદ જિલ્લામાં લમ્પી વાઈરસે હાહાકાર મચાવ્યો છે. દિવસે દિવસે લમ્પી વાઈરસને લઈ પશુઓમાં લક્ષણો વધુ દેખાતા હોવાથી પશુપાલકોની ચિંતામા સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે પશુપાલન વિભાગ સહિત બોટાદ જિલ્લા મધુસુદન ડેરી હાલ સર્વે સાથે વેક્સિન આપવાની કામગીરી કરી છે. જિલ્લામાં 66 ગામોમાં 479 કેસો સામે આવ્યા છે તો 21800 વેક્સિન ડોઝ પણ પશુઓને આપવામાં આવેલ છે. ત્યારે જિલ્લામાં પશુપાલન અધિકારી ડો.આર.જી.માળીની સૂચના મુજબ અલગ અલગ ટિમો સાથે 1962ની ટિમો પણ હાલ કાર્યરત છે.

વેક્સિનેશનની ઝડપ વધારવામાં આવી
છેલ્લા ઘણા સમયથી સમગ્ર ગુજરાત અને ખાસ કરીને કચ્છમાં વધારે પ્રમાણમાં ફેલાયેલ લમ્પી વાઈરસ હવે સૌરાષ્ટ્રમાં પણ ધીમે-ધીમે પગ પેસારો કરી અને હવે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. સમગ્ર બોટાદ જિલ્લામાં અને ખાસ કરીને ગઢડા શહેર અને ગ્રામ્ય પંથકમાં મોટા પ્રમાણમાં પશુઓમા લમ્પી વાઈરસના લક્ષણો જોવા મળી રહ્યા છે. ગઢડા શહેર ઉપરાંત ગઢડા તાલુકાના ઢસા,માલપરા,ગુંદાળા સહિતના ગામોના પશુઓમાં મોટા પ્રમાણમાં લમ્પી વાઈરસ જોવા મળી રહ્યો છે જો સમયસર આ રોગ કાબૂમાં નહિ આવે તો અનેક પશુઓ મોતના મુખમાં ધકેલાય જાય તેમ છે. સરકારશ્રી દ્વારા પણ તાત્કાલિક મોટા પ્રમાણમાં વેક્સિન અને જે પશુ આ લમ્પી વાઈરસમાં સપડાયેલ છે તેમને સારવાર આપવામાં આવે જેથી પશુઓના મોત ન થાય અને તેને બચાવી શકાય તેવું પશુપાલકો ઈચ્છી રહ્યા છે.

પશુ પાલકો આટલું જરૂર કરજો
પશુપાલકોના પશુ લમ્પી વાઈરસની બીમારીમાં સપડાયેલ છે તેઓએ બીમાર પશુને અલગ રાખીને સારવાર કરવી જોઈએ. જેથી બીજા પશુમાં વાઈરસ ફેલાતો અટકે. તેમજ સરકારની હેલ્પ લાઈન 1962 તેમજ નજીકના પશુ ચિકિત્સા કેન્દ્રની મુલાકાત લઈ તેમને જાણ કરો.

સરાહનીય કામગીરી
ના
બોટાદ જિલ્લા મધુસુદન ડેરીના ચેરમેન ભોળાભાઈના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટિમો સાથે હાલ લમ્પી વાઈરસને લઈ ફ્રી વેક્સિન આપવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે અને 20 હજાર પશુઓને વેક્સિન આપી સરાહનીય કામગીરી કરેલ છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: