મોરબી39 મિનિટ પહેલા
- કૉપી લિંક

હળવદ તાલુકાના રાણેકપર ગામના રહેણાંક મકાનમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડો કર્યો હતો. જેમાં જુગાર રમતા સાત પત્તાપ્રેમીઓને પોલીસે ઝડપી લઈને રોકડ રકમ રૂ.69,950 જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન હળવદ તાલુકાના રાણેકપર ગામે આરોપી મણીલાલ નાનજીભાઈ પટેલના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવતા હોવાની બાતમી મળતા ટીમે દરોડો કર્યો હતો. જેમાં જુગાર રમતા મણીલાલ નાનજીભાઈ માકાસણા, રવજીભાઈ પ્રભુભાઈ પરમાર, જનકસિંહ ચંદ્રસિંહ ઝાલા, હિતેષગીરી નરભેગીરી ગૌસ્વામી, અમિતભાઈ દામાંરભાઈ ધામેચા, સંજય ગિરધરલાલ ગાંધી અને ચંદુભાઈ રતિલાલ માકાસણા એમ સાત પત્તાપ્રેમીઓને પોલીસે ઝડપી લઈને રોકડ રકમ રૂ.69,950 જપ્ત કરી જુગારધારા મુજબ હળવદ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.