- Gujarati News
- Local
- Gujarat
- Ahmedabad
- After Breaking The Donation Box Of Amraiwadi Temple And Stealing Rs.8 Thousand, Zone 5 Scord Caught The Bootlegger With Liquor In Odhav.
અમદાવાદ36 મિનિટ પહેલા
- કૉપી લિંક

રાજ્યમાં બોટાદ ચર્ચિત લઠ્ઠાકાંડ બાદ સતત દારૂના ધંધાઓ અને બુટલેગરો વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરી રહી છે. ત્યારે ઓઢવ વિસ્તારમાં આવેલ એક મકાનમાંથી ઝોન 5 સ્કોર્ડએ દરોડો પાડી 1 લાખથી વધુની કિંમતના ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક બુટલેગરની ધરપકડ કરી છે.સાથે જ બુટલેગર પાસેથી કુલ 4 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો.ઉલ્લેખનીય છે ઝોન 5ની સ્કોડે દરોડો પાડી દારૂ ઝડપી લેતા સ્થાનિક પોલીસ ઘોર નિદ્રામાં હોવાને લઇ અનેક સવાલો ઉભા થયા છે.
બોટાદ ચર્ચિત લઠ્ઠાકાંડ બાદ પોલીસના ઉચ્ચઅધિકારીઓ દ્વારા દારૂના અડ્ડાઓ બંધ રાખવા કડક સૂચનાઓ આપવામાં આવી છે. તેમ છતાં બુટલેગરો પોલીસ અને કાયદાને ગોળી પી જઇ દારૂનું વેચાણ કરી રહ્યા હોય એમ લાગી રહ્યું છે. જોકે હવે પોલીસ બુટલેગરો વિરુદ્ધ કાર્યવાહી કરવા સજ્જ બની છે. શહેરમાં ઝોન 5 સ્કોડની ટિમ પેટ્રોલિગ કરી રહી હતી. તે સમય દરમિયાન ઝોન 5 સ્કોડને બાતમી મળી હતી કે ઓઢવ વિસ્તારમાં આવેલ ક્રિષ્ના એપાર્ટમેન્ટના એક મકાનમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે. જે બાતમીની હકીકતના આધારે ઝોન 5 સ્કોડે દરોડો પાડતા મકાનમાંથી દારૂની બોટલો મળી આવી હતી. બાદમાં મકાનની બહાર પડેલ કારમાં તપાસ કરતા અન્ય બીજી દારૂની બોટલો મળી આવી હતી.જેથી ઝોન5 સ્કોડની ટિમેં મકાન અને કારમાંથી કુલ 415 (કી.1,23,030)જપ્ત કરી સ્થળ પર હાજર બુટલેગર કિશન હકમાજી રબારી(ઉ.43,રહે.ઓઢવ)ની ધરપકડ કરી હતી.આરોપી પોતાના મનપસંદ ગ્રાહકોને દારૂની બોટલો હોમડિલિવરી કરતો હોવાનું તપાસમાં સામે આવ્યું હોવાનું ઝોન 5 સ્કોડના સૂત્રો જણાવી રહ્યા છે.સાથે જ બીજીબાજુ આરોપી પાસેથી રોકડ,કાર,સહિત કુલ 4,31,230નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસ અર્થે ઝોન 5 સ્કોડની ટીમે આરોપીને ઓઢવ પોલિસ સ્ટેશનમાં સોંપ્યો હતો.