No results found

    સોલાપુર ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને કારણે રાજકોટ ડિવિઝનની 8 ટ્રેન રદ કરવામાં આવી | 8 train cancel for double track work in rajkot railway division

    રાજકોટ37 મિનિટ પહેલા

    • કૉપી લિંક
    પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar

    પ્રતિકાત્મક તસવીર.

    સોલાપુર ડિવિઝનના દાઉન્ડ-કુરુદવાડી સેક્શનમાં ડબલ ટ્રેકના કામ માટે તાત્કાલિક અસરથી 9 ઓગસ્ટ સુધી બ્લોક લેવામાં આવશે. જેના કારણે રેલ વ્યવહારને અસર થશે. રાજકોટ ડિવિઝનના સિનિયર DCM અભિનવ જેફના જણાવ્યા અનુસાર આ બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 8 ટ્રેન રદ કરવામાં આવી છે.

    કઈ તારીખે કઈ ટ્રેન રદ કરાઇ
    1. ટ્રેન નં. 22718 સિકંદરાબાદ-રાજકોટ એક્સપ્રેસ 6, 8 અને 9 ઓગસ્ટના રોજ રદ
    2. ટ્રેન નં. 22717 રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ 8, 10 અને 11 ઓગસ્ટના રોજ રદ
    3. ટ્રેન નં. 16614 કોઈમ્બતુર-રાજકોટ એક્સપ્રેસ 5 ઓગસ્ટના રોજ રદ
    4. ટ્રેન નં. 16613 રાજકોટ-કોઈમ્બતુર એક્સપ્રેસ 7 ઓગસ્ટના રોજ રદ
    5. ટ્રેન નં. 19202 પોરબંદર-સિકંદરાબાદ એક્સપ્રેસ 9 ઓગસ્ટના રોજ રદ
    6. ટ્રેન નં. 19201 સિકંદરાબાદ-પોરબંદર એક્સપ્રેસ 10 ઓગસ્ટના રોજ રદ
    7. ટ્રેન નં. 19568 ઓખા-તુતીકોરીન વિવેક એક્સપ્રેસ 5 ઓગસ્ટના રોજ રદ
    8. ટ્રેન નં. 19567 તુતીકોરીન-ઓખા વિવેક એક્સપ્રેસ 7 ઓગસ્ટના રોજ રદ

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال