Wednesday, August 31, 2022

પાકિસ્તાનમાં હેવાનિયતે હદ વટાવી, 8 વર્ષની હિન્દુ બાળકી પર સામૂહિક દુષ્કર્મ, બાળકીની આંખો ફોડી નાખી | Crime news pakistan 8 year hindu girl gangraped sindh province

પાકિસ્તાનમાં (pakistan)લઘુમતીઓ પરના અત્યાચારનું વધુ એક જીવતું જાગતું ઉદાહરણ સામે આવ્યું છે, જેમાં 8 વર્ષની હિન્દુ બાળકી પર સામૂહિક દુષ્કર્મ થયું છે.

પાકિસ્તાનમાં હેવાનિયતે હદ વટાવી, 8 વર્ષની હિન્દુ બાળકી પર સામૂહિક દુષ્કર્મ, બાળકીની આંખો ફોડી નાખી

સાંકેતિક ફોટો

Image Credit source: Tv 9 Bharatvarsh

પાકિસ્તાનમાં (Pakistan)લઘુમતીઓ પર જે પ્રકારના અત્યાચાર (Atrocity)થઈ રહ્યા છે તેનું વધુ એક દર્દનાક ઉદાહરણ સામે આવ્યું છે.અહીં 8 વર્ષની બાળકી પર (Gang Rape) સામૂહિક બળાત્કાર થયો છે. આટલું જ નહીં, તેની બંને આંખોમાં ચાકુ પણ મારવામાં આવ્યા છે. આ વરવો મામલો પાકિસ્તાનના સિંધ પ્રાંતનો છે. તેની આંખોમાં છરા મારવાના કારણે તેની બંને આંખોમાંથી લોહી વહી રહ્યું હતું.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 28 ઓગસ્ટના રોજ પરિવારના સભ્યોને તેમની 8 વર્ષની દીકરી બેહદ ગંભીર હાલતમાં મળી હતી. તેણીને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં ડોકટરોએ તેની સાથે ગેંગ રેપની પુષ્ટિ કરી હતી. ડોકટરોનું માનવું છે કે છોકરીના બચવાની શક્યતા ઓછી છે.

હિન્દુ અધિકાર કાર્યકર્તાએ વીડિયો શેર કર્યો છે

આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે એક હિંદુ અધિકાર કાર્યકર્તાએ તાજેતરમાં ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં પીડિત છોકરી સ્ટ્રેચર પર જોવા મળી હતી. અને તેના માતા-પિતા તેને સ્ટ્રેચર પર હોસ્પિટલ લઈ જતા હતા.

તે જ સમયે પરિવાર સાથે હાજર એક મહિલાએ જણાવ્યું કે બાળકીની હાલત ખૂબ જ ગંભીર છે, લોહી કેમ બંધ નથી થઈ રહ્યું. તેણે કહ્યું કે, બળાત્કારીઓએ તેનો આખો ચહેરો બગાડી નાંખ્યો છે, અને બાળકીના આંખોમાં પણ હેવાનોએ ચાકુ માર્યા છે. પાકિસ્તાનમાં ગરીબો માટે કોઈ સ્થાન નથી. આ પ્રકારનો આ પહેલો કિસ્સો નથી. પાકિસ્તાનમાં આવી હજારો ઘટનાઓ રોજબરોજ બનતી રહે છે પરંતુ કોઈ કાર્યવાહી થતી નથી. આ લોકો ક્યાં જાય છે, પાકિસ્તાન સરકારે જવાબ આપવો જોઈએ.

પીડિત યુવતી નજીકની દુકાને ગઈ હતી

પીડિતાની માતાનું કહેવું છે કે પીડિત છોકરી નજીકની દુકાને ગઈ હતી. પરંતુ બાળકો કલાકો બાદ પણ પાછી આવી ન હતી. તેણી ગાયબ થયાના કલાકો બાદ ઉમરકોટ પોલીસને બાળકી ગંભીર હાલતમાં મળી આવી હતી. પોલીસે તેને સિવિલ હોસ્પિટલમાં લઈ જઈ ગુનો નોંધ્યો હતો. આરોપી હાલ ફરાર છે અને પોલીસ તેને શોધી રહી છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.