No results found

    Amreli: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિઝિટ પહેલા તંત્ર સફાળું જાગ્યું, એક રાતમાં રસ્તાની હાલત સુધારી, જુઓ વીડિયો | Amreli: Before the visit of Chief Minister Bhupendra Patel, the system woke up successfully, the condition of the road improved in one night, see the video

    અમરેલી વાસીઓ માટે આજનો દિવસ ખાસ રહેવા પાછળનું કારણ છે સીએમ ((CM Bhupendra patel) ભૂપેન્દ્ર પટેલની મુલાકાત. ચોમાસાના પહેલા જ વરસાદમાં અમરેલીના આટકોટથી ઉટવડના માર્ગો પર ખાડાનું સામ્રાજ્ય સર્જાયું હતું અનેક રજૂઆતો બાદ પણ તંત્રએ નિંભર બનીને કોઈ કાર્યવાહી કરી ન હતી.

    TV9 GUJARATI

    | Edited By: Manasi Upadhyay

    Aug 21, 2022 | 5:46 PM

    અમરેલીના  (Amreli) નાગરિકો માટે આજનો દિવસ ખાસ રહ્યો હતો, વર્ષો સુધી જે રસ્તા ખાડા ખરબચડાવાળા હતા. તે રાતોરાત મુખ્યમંત્રીની (CM Bhupendra patel) મુલાકાત પહેલા એકદમ વ્યવસ્થિત કરી દેવામાં આવ્યા હતા. જોકે અનેક રજૂઆતો બાદ જે રસ્તા (Amreli Road) નહોતા સુધર્યા તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત અગાઉ સુધરી ગયા હતા. અમરેલી વાસીઓ માટે આજનો દિવસ ખાસ રહેવા પાછળનું કારણ છે સીએમ ((CM Bhupendra patel) ભૂપેન્દ્ર પટેલની મુલાકાત.

    ચોમાસાના પહેલા જ વરસાદમાં અમરેલીના આટકોટથી ઉટવડના માર્ગો પર ખાડાનું સામ્રાજ્ય સર્જાયું હતું અનેક રજૂઆતો બાદ પણ તંત્રએ નિંભર બનીને કોઈ કાર્યવાહી કરી ન હતી અને તંત્રના પાપે નાગરિકોને હેરાન થવાનો વારો આવ્યો હતો. જોકે સીએમ ભૂપેન્દ્ર પટેલની આજની મુલાકાત પહેલા તંત્ર અચાનક ઉંઘમાંથી જાગ્યું હતું અને રસ્તા સારા કરવા યુદ્ધના ધોરણે કામ શરુ કર્યું. ત્યારે લોકોના મનમાં સવાલ થઈ રહ્યો છે કે શું સીએમનો કાફલો પસાર થવાનો હોય તેના માટે જ સારા રસ્તા બનાવવા અને જે નાગરીકો ટેક્સ આપે છે, તેની સુવિધાની કોઈ દરકાર નહીં લેવાની.

    વીડિયોના દ્રશ્યો છે તંત્રની નિંભરતાની સાબિતી

    વીડિયોમાં જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે રાજકોટથી ભાવનગરને જોડતા સ્ટેટ હાઇવેના છે. આ દ્રશ્યો જ બોલતો પુરાવો છે કે તંત્ર કેવી રીતે પોતાનું પાપ છુપાવી રહ્યું છે. ગઈકાલ સુધી જે રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય હતું. તે રસ્તા રાતોરાત બદલાઈ ગયા અને શહેરીજનોને સારા રસ્તાનું સુખ મળ્યું ત્યારે અહીં સવાલ એ સર્જાય કે કેમ તંત્રએ પ્રજાની પરેશાની ન સમજી? શું અમરેલીના સ્થાનિક અધિકારીઓ સીએમ પ્રવાસની રાહ જોતા હતા. જો સીએમ જ્યાં જવાના હોય અને ત્યાં જ રસ્તા સારા થવાના હોય તો રાજ્યના રસ્તાઓની હાલત જોતા સીએમે આખા ગુજરાતનો ખૂબ જ લાંબો પ્રવાસ ખેડવો પડે તેવી સ્થિતિ છે.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال