No results found

    ભરૂચ જિલ્લા કક્ષાની ઉજવણી જંબુસરની જે.એમ.શાહ ખાતે કરાઇ, કલેક્ટરે ધ્વજારોહણ કર્યું | Bharuch district level celebration held at Jambusar JM Shah, Collector hoisted the flag

    ભરૂચ27 મિનિટ પહેલા

    • કૉપી લિંક
    • વિવિધ સંસ્થાઓ તેમજ શાળાઓ ખાતે પણ ઉલ્લાસભેર સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ

    આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભરૂચ જિલ્લામાં આજે 76મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે જંબુસરની જે.એમ. શાહ સાયન્સ કોલેજ ખાતે ભરૂચ જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેકટર તુષાર સુમેરાના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, જંબુસરના ધારાસભ્ય સંજયભાઈ સોલંકી,નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન રામી,પૂર્વ મંત્રી છત્રસિંહ મોરી, પૂર્વ ધારાસભ્ય કિરણભાઈ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી, જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ,નિવાસી અધિક કલેકટર જે ડી પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

    10 હજાર ખેડુતોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા
    આ કાર્યક્રમમાં તેજસ્વી તારલાઓ, કર્મયોગીઓનું અભિવાદન કરવા સાથે કલેકટરના હસ્તે જિલ્લાના વિકાસ માટે 25 લાખનો ચેક નિવાસી કલેક્ટરને અર્પણ કરવામાં આવ્યો હતો. તો કૃષિ ઉત્કર્ષ પહેલ અંતર્ગત ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે જિલ્લાના 10 હજાર ખેડુતોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા આવ્યા હતા. સાથે સાથે જિલ્લાવાસીઓને સ્વતંત્રતા પર્વની શુભકામનાઓ પાઠવામાં આવી હતી. આ કાર્યક્રમ હેઠળ યોજાયેલ પરેડને ઉપસ્થીતીઓએ નિહાળી હતી.

    જુમા મસ્જિદ ઉજવણી કરાઇ
    આ ઉપરાંત ભરૂચની ઐતિહસિક જુમા મસ્જિદ ખાતે ધ યુનાઈટેડ મુસ્લિમ એસોસિએશનના ઉપક્રમે ધ્વજ વંદન નો ક્રાયક્રમ યોજાવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા સમસાદ અલી સૈયદ દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યુ હતુ. સમશાદ સૈયદે જણાવ્યુ હતુ કે, આપણ ને આઝાદી દેશના મહાપુરુષો ,સ્વાતંત્ર્ય સેનાનીઓના સંઘર્ષ અને બલિદાનથી મળી છે. ત્યારે મહામૂલી આઝાદીની મહત્તા સમજવાની સૌને જરૂર છ. એને સમજી શું તોજ આઝાદીના પર્વની સારી રીતે ઉજવી શકીશું. આઝાદ ભારતના નાગરિક તરીકે આપણે આપણો નાગરિક ધર્મ નિભાવી દેશને વધુ મજબૂત કરવો પડશે. ધ્વજ વંદન કાર્યક્રમમાંમાં જન શિક્ષણ સંસ્થાના પ્રમુખ સૈયદ જૈનુલ આબેદીન, એક્સ આર્મી મેન મુળજીભાઈ, પાયોનિયર હાઈસ્કુલના આચાર્ય સંજયભાઈ વસાવા, આરસીસીના પ્રેસિડેન્ટ ઝેનુદ્દીન કોન્ટ્રાકટર, નગરપાલિકાના કાઉન્સિલર તહેઝીબ મુલ્લા, જાણીતા કવિ કે.કે રોહિત, ઇકબાલ પાતરાવાલા, ધ યુનાઈટેડ મુસ્લિમ એસોસિએશન પ્રમુખ મોહંમદ ઇકબાલ હવાલદાર અને સેક્રેટરી ઈમ્તિયાજ પઠાણ તેમજ રાષ્ટ્ર ભક્ત લોકોએ ખાસ હાજરી આપી દેશ ભાવના બતાવી હતી.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال