No results found

    ભિલોડાના મોટા કંથારિયાની પ્રા.શાળા જર્જરિત હાલતમાં; ગમે ત્યારે પોપડા વિદ્યાર્થીઓ પર પડી મોટી જાનહાની ઉભી કરી શકે છે | Bhiloda's Big Kantharia Primary School in dilapidated condition; Any time the crust falls on the students it can cause major casualties

    અરવલ્લી (મોડાસા)એક કલાક પહેલા

    • વિદ્યાર્થીઓ ભયના ઓથાર નીચે અભ્યાસ કરવા મજબૂર

    રાજ્ય સરકાર શિક્ષણ વિભાગ દ્વારા ગામડે ગામડે પ્રાથમિક શાળાના ઓરડાઓનું નવીનીકરણ કરી સુવિધા સાથેની શાળામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાના દાવા કરવમાં આવતા હોય છે, ત્યારે હજુ પણ કેટલાક ગામડાઓમાં શાળાના ઓરડા જર્જરિત છે કે, જ્યાં વિદ્યાર્થીઓ ભયના ઓથાર સાથે અભ્યાસ કરી રહ્યા હોય. અરવલ્લી જિલ્લાના અંતરિયાળ ભિલોડા તાલુકામાં આવેલ મોટા કંથારિયા પ્રા.શાળાની સ્થિતિ અંત્યત કફોળી છે. જગ્યા-જગ્યાએ પોપડા ઉખડી રહ્યા છે જે ગમે ત્યારે વિદ્યાર્થીઓ પર પડી શકે છે.

    વારંવાર રજૂઆત પછી પણ સ્થિતિ નથી સુધરી
    છેલ્લા કેટલાક સમયથી આ મકાન બિલકુલ બિન ઉપયોગી અને જર્જરિત અવસ્થામાં છે. છતાં વિદ્યાર્થીઓ હાલ આ જર્જરિત ઓરડામાં ભયના ઓથાર નીચે અભ્યાસ કરી રહ્યા છે. ઓરડાની છતના પોપડા ઉખડી ગયા છે. છતમાંના લોખંડના સળીયા પણ સડેલી હાલતમાં બહાર આવી ગયા છે. ભૂતકાળમાં અનેક પોપડા પડ્યા છે. હાલ પણ છતના પોપડા કયા સમયે તૂટી પડે એ નક્કી નહીં ગ્રામજનોએ અનેક વખત તંત્રમાં રજુઆત કરી છે, પણ તંત્રના કાને ગ્રામજનોની વાત સંભળાતી નથી. ત્યારે મોટા કંથારિયા ગામે શાળાના ઓરડા રીપેર કરાય અથવા નવા ઓરડા સાથે શાળા બનાવવા માં આવે એવી માંગ છે.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال