No results found

    યાત્રાધામ અંબાજી અને ગબ્બર ઉપર તિરંગો ફરકાવાયો

    featured image

    [og_img]

    • 51 શક્તિપીઠના તમામ મંદિરો પર તિરંગો ફરકાવામાં આવ્યો
    • અંબાજીમાં તિરંગા યાત્રા યોજાયા બાદ ગબ્બર ખાતે ઉત્સવ યોજાયો
    • મંદિર ટ્રસ્ટના અધિકારીઓ અને કર્મચારીઓ તિરંગા યાત્રામાં જોડાયા

    હાલ સમગ્ર દેશ આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે વડાપ્રધાન મોદીએ હર ઘર તિરંગા અભિયાનનું આહ્વાન કર્યું છે. જેના ભાગ રૂપે રાજયની સરકારી તેમજ અન્ય સામાજિક સંસ્થાઓ તિરંગા યાત્રાનું આયોજન કરી રહી છે. તેવામાં યાત્રાધામ અંબાજી ખાતે પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તથા 51 શક્તીપીઠના તમામ મંદિરો ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.

    મળતી માહિતી અનુસાર યાત્રાધામ અંબાજી પાસેના ગબ્બર ખાતેના તમામ મંદિરો પર તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત 51 શક્તિપીઠના તમામ મંદિરો પર પણ તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. અંબાજી ખાતે તિરંગા યાત્રા યોજાયા બાદ ગબ્બર ખાતે ઉત્સવ યોજાયો હતો. જેમાં મંદિર ટ્રસ્ટના અધિકારીઓ તથા કર્મચારીઓ પણ જોડાયા હતા.

    અત્રે ઉલ્લેખનીય છે કે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત આ તિરંગા યાત્રા 51 શકિતપીઠના પથ પર કાઢવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત અંબાજી માતાના મંદિર સહીત ગબ્બરના 50 મંદિરો પર તિરંગા ફરકાવવામાં આવ્યા હતા.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال