No results found

    કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ફરીથી કોરોના પોઝિટિવ, ઘરે થયા આઇસોલેટ

    • કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી કોરોના પોઝિટિવ થયા
    • તેમણે પોતે ટ્વીટ કરીને આ જાણકારી આપી
    • હાલ તેઓ ઘરે ક્વોરન્ટાઇન થયા છે

    કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી કોરોના પોઝિટિવ થયા છે. તેમણે પોતે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. પ્રિયંકાએ કહ્યું કે તે ફરીથી કોરોના પોઝિટિવ થઈ ગયા છે. હાલ તેઓ ઘરે ક્વોરન્ટાઇન થયા છે અને તમામ પ્રોટોકોલનું પાલન કરશે.

    પ્રિયંકા ગાંધીને બે મહિનામાં બીજી વખત કોરોનાનો ચેપ લાગ્યો છે. અગાઉ 3 જૂને તે કોરોના પોઝિટિવ આવ્યા હતા. ત્યારબાદ તેમની માતા અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ પ્રિયંકાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે હળવા લક્ષણો બાદ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમના સંપર્કમાં આવેલા લોકોને સાવચેતી રાખવા જણાવ્યું હતું.

    ભારતમાં કોરોનાની સ્થિતિ શું છે?

    ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 16,047 કેસ નોંધાયા છે. જો કે, આ સમયગાળા દરમિયાન 19,539 લોકો સાજા થયા છે. એક્ટિવ કેસ વધીને 1,28,261 થઈ ગયા છે. તે જ સમયે, દૈનિક પોઝિટિવીટી દર 4.94 છે.

    મોંઘવારીને લઈને ઉગ્ર દેખાવો કર્યા

    કોંગ્રેસે તાજેતરમાં મોંઘવારી અને જીએસટીને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું હતું. આ દરમિયાન રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસના સાંસદોએ સંસદથી રેલી કાઢી હતી. પોલીસે તમામ સાંસદોને વિજય ચોક ખાતેથી કસ્ટડીમાં લીધા હતા.

    આ દરમિયાન પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ કાર્યાલયથી માર્ચ કાઢવામાં આવી હતી. પ્રિયંકા ગાંધી રસ્તા પર જ ધરણા પર બેસી ગયા હતા. આ પછી તેમને પોલીસે કસ્ટડીમાં લીધા હતા.



    https://i0.wp.com/assets.sandesh.com/images/2022/08/10/BtDYfMgBhgoIt1lsybuK43oqUinDcn9oh4gXwQ5O.jpg?resize=600,315

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال