રાહુલની વાપસીથી વધી શુભમન ગીલની ચિંતા, છોડવી પડી શકે છે જગ્યા

[og_img]

  • 18 ઓગસ્ટથી શરૂ થશે ભારત ઝિમ્બાબ્વે વનડે સીરીઝ
  • લાંબા સમય બાદ કેએલ રાહુલ કરશે વાપસી
  • ઓપનર તરીકે રાહુલ-ગીલ વચ્ચે ચાલી રહી છે ચર્ચા

ટીમ ઇન્ડિયાનું મિશન ઝિમ્બાબ્વે શરૂ થઇ ગયું છે. કેપ્ટન કેએલ રાહુલની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ પ્રેક્ટીસ સેશનમાં પરસેવો પાડી રહી છે. 18 ઓગસ્ટના રોજ ભારત ઝિમ્બાબ્વે વચ્ચે પહેલી વન-ડે મેચ રમાશે. જે ભારતીય સમય મુજબ લગભગ બપોરે 1 વાગે શરૂ થશે.

ટીમ ઇન્ડિયામાં કેએલ રાહુલની ઘણા લાંબા સમય બાદ વાપસી થઇ રહી છે અને એવામાં તેઓ ઓપનીંગ કરી શકે છે તે લગભગ નક્કી છે. ઝિમ્બાબ્વેમાં કેએલ રાહુલ અને શિખર ધવનની જોડી ઓપનીંગ કરશે તો અત્યારસુધી રાહુલની ગેરહાજરીમાં ઓપનીંગ કરી રહેલ શુભમન ગીલને ત્રીજા ક્રમે જવું પડી શકે છે.

કેએલ રાહુલ IPL 2022 બાદ પહેલી વાર મેદાનમાં પરત ફરશે, એવામાં તેઓ ઈચ્છશે કે ટી-20 વિશ્વકપ 2022થી પહેલા તેઓ ફૂલ ફોર્મમાં આવી શકે. આ જ કારણ છે કે ઓપનીંગ કરીને તેઓ ફોર્મમાં આવવા ઈચ્છશે, કારણ કે વ્હાઈટ બોલ ફોરમેટમાં હજુ સુધી શુભમન ગીલની ઓપનીંગમાં જગ્યા નક્કી નથી.

ઓપનર તરીકે હીટ છે શુભમન ગીલ

વેસ્ટ ઇન્ડીઝ સામે શરૂ થયેલ વનડે સીરીઝમાં શુભમન ગીલએ ઓપનર તરીકે શ્રેષ્ટ ભૂમિકા ભજવી હતી. ત્રણ મેચની વનડે સીરીઝમાં શુભમન ગીલએ 64,43, અને 98 રનની ઇનિંગ રમ્યા હતા અને પ્લેયર ઓફ ધ સીરીઝનો એવોર્ડ પણ જીત્યો હતો.

જોકે, હવે જોવાનું રહેશે કે આ સીરીઝમાં ટીમ ઇન્ડિયાના કોચ બનેલ વીવીએસ લક્ષ્મણ અને ટીમના કેપ્ટન કેએલ રાહુલ કઈ રણનીતિની સાથે આગળ વધે છે. શું કેએલ રાહુલ પોતે ઓપનીંગ કરવા શિખર ધવનની સાથે આગળ આવશે કે પછી શુભમન ગીલને જ ઓપનીંગની તક આપશે.

જણાવી દઈએ કે કેએલ રાહુલ પોતે પણ નંબર-3 પર બેટિંગ કરી ચુક્યા છે. નંબર 3 પણ આવીને કેએલ રાહુલ અત્યારસુધી વનડે ક્રિકેટમાં ત્રણ વખત બેટિંગ કરી ચુક્યો છે અને તેમાં 77 રન બનાવ્યા છે. વનડેમાં કેએલ રાહુલએ સૌથી વધુ વખત ઓપનીંગ બેટિંગ કરી છે જેમાં તેણે 16 મેચમાં 669 બનાવ્યા છે.

أحدث أقدم