No results found

    વડોદરામાં ફરી ઢોર વાડા સામે સપાટો, ન્યુ વીઆઇપી રોડ પર ઘર્ષણ

    [og_img]

    • હાઈકોર્ટની ઝાટકણી બાદ વડોદરા કોર્પોરેશન એકશનમાં
    • ઢોર વાળાના ગેરકાયદે બાંધકામ તોડવાની શરૂઆત
    • સ્થાનિક મહિલા ગૌપાલકોનો કામગીરી અટકાવવા પ્રયાસ

    તાજેતરમાં હાઇકોર્ટે ફરી એકવાર ઢોર વાડાના મુદ્દે તમામ કોર્પોરેશનની ઝાટકણી કાઢી હતી. જેથી છેલ્લા એક અઠવાડિયાથી વડોદરા કોર્પોરેશનનું તંત્ર એક્શનમાં આવ્યું છે અને રોજબરોજ ઢોર વાળાના ગેરકાયદે બાંધકામ તોડવાની શરૂઆત કરી છે.

    આજે વડોદરા શહેરના ન્યુ વીઆઈપી રોડ પર આવેલા અને રસ્તાને નડતરરૂપ એવા ચાર ઢોર વાડાના ગેરકાયદે શેડ તોડી પાડવાની કાર્યવાહી માટે દબાણ શાખા અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને કામગીરીની શરૂઆત કરતા સ્થાનિક મહિલા ગૌપાલકોએ કામગીરી અટકાવવા પ્રયત્ન કર્યો હતો. જેને કારણે કોર્પોરેશનની ટીમ અને પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા.

    આખરે પોલીસે કડકાઇ રાખી એક મહિલા ગૌપાલકની અટકાયત કરી દીધી હતી. ત્યારબાદ, મામલો શાંત પાડી ગેરકાયદે ઢોર વાડાના દબાણો હટાવ્યા હતા. તે જ પ્રમાણે આજવા રોડ પર મહાવીર ચાર રસ્તા પાસે આવેલા બે ઢોરવાડાના ગેરફાયદા હટાવવામાં આવ્યા હતા. તેમજ અટલાદરા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાસે ગાયોનો અડીંગો કાયમી રહેતો હોવાને કારણે તે સ્થળેથી ચાર ગાયો પકડી લેવામાં આવી હતી.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال