ગોધરામાં કોંગ્રેસની સમીક્ષા બેઠકમાં પ્રદેશ નિરીક્ષક હાજર ઉષા નાયડૂ હાજરી આપશે; ચૂંટણીને લગતી રણનીતિઓ ઘડવામાં આવશે | Congress review meeting in Godhra will be attended by District Inspector Harash Usha Naidu; Election related strategies will be formulated

પંચમહાલ (ગોધરા)14 મિનિટ પહેલા

ગોધરા 126 વિધાનસભા ક્ષેત્રની કોગ્રેસ પક્ષની મહત્વની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એઆઈસીસી અને મધ્ય ગુજરાત કોંગ્રેસ પક્ષના નિરીક્ષક ઉષા નાયડુ 18 પંચમહાલ લોકસભાના એઆઈસીસી નિરીક્ષક તારાચંદભગોરા પંચમહાલ લોકસભા પીસીસી દ્વારા નિયુક્ત નિરીક્ષક અને માજી સાંસદ ડોક્ટર પ્રભાબેન તાવિયાડ કોંગ્રેસ પક્ષના નિરીક્ષક અને પીસીસી ઉપપ્રમુખ અશોક પંજાબી, ચિરાગભાઈ શેખ મહામંત્રી પીસીસી તથા પંચમહાલ કોંગ્રેસ પક્ષના પ્રમુખ અજીતસિંહ ભાટી પ્રદેશ કોંગ્રેસ નાઅગ્રણી અને માજી ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં આવતીકાલે ગોધરાના લુહાર સુથારની વાડી ખાતે મળનાર સમીક્ષા બેઠકમાં ચુંટણીલક્ષી, સંગઠનાત્મક કામગરી, બુથ મેનેજમેન્ટનું આયોજન, જનમિત્રો કેટલા બનાવ્યા તેની પૂછપરછ કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં ગોધરા તાલુકા શહેર કોંગ્રેસના હોદ્દેદારો આગેવાનો અને કાર્યકરો જિલ્લા તથા તાલુકા અને નગરપાલિકામાં કોંગ્રેસ પક્ષ તરફથી ચુંટણી લડેલા તમામ ઉમેદવારો જનમિત્રો બુથ પ્રભારી તાલુકા જિલ્લા સંયોજકઓ યુવાનો વડીલો સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહેવાના છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post