No results found

    Gandhinagar : વેટરનરી ઇન્ટર્ન ડોક્ટરોની હડતાળનો આવશે અંત, ડોક્ટર્સની સ્ટાઇપેન્ડ વધારવાની માગ સરકારે સ્વીકારી | Gujarat government agrees to veterinary intern doctors' demands, strike likely to end soon

    વેટરનરી ઇન્ટર્ન ડોક્ટર્સની સ્ટાઈપેન્ડ (stipend) વધારવાની માગણી અંતે રાજ્ય સરકારે (State Govt) સ્વીકારી લીધી છે. વેટરનરી ઇન્ટર્ન ડૉક્ટર્સનો સ્ટાઇપેન્ડ વધારવાનો નિર્ણય લેવાયો છે.

    TV9 GUJARATI

    | Edited By: Tanvi Soni

    Aug 30, 2022 | 3:47 PM

    વેટરનરી ઇન્ટર્ન ડૉક્ટર્સની (Veterinary Intern Doctors) હડતાળનો અંત ટુંક સમયમાં આવશે. વેટરનરી ઇન્ટર્ન ડોક્ટર્સની સ્ટાઈપેન્ડ (stipend) વધારવાની માગણી અંતે રાજ્ય સરકારે (State Govt) સ્વીકારી લીધી છે. વેટરનરી ઇન્ટર્ન ડૉક્ટર્સનો સ્ટાઇપેન્ડ વધારવાનો નિર્ણય લેવાયો છે. ગાંધીનગરમાં સરકારે બનાવેલી કમિટીની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. 5 પ્રધાનોની બેઠક મળી હતી. ત્યારે હવે સરકારે માગ સ્વીકારતા વેટરનરી ઇન્ટર્ન ડૉક્ટર્સની હડતાળનો અંત આવશે.

    સરકાર ટુંક સમયમાં કરશે સત્તાવાર જાહેરાત

    છેલ્લા કેટલાય સમયથી વેટરનરી ઇન્ટર્ન ડોક્ટર્સ હડતાળ પર હતા. તેમનું સ્ટાઈપેન્ડ વધારવાની વાત પર ચર્ચા ચાલી રહી હતી. હાલની વાત કરવામાં આવે તો ઇન્ટર્ન ડોક્ટર્સને પહેલા 4200નું સ્ટાઈપેન્ડ આપવામાં આવતુ હતુ. હવે જે રીતની માહિતી મળી રહી છે તે પ્રમાણે સરકારે આઠ હજાર રૂપિયાના સ્ટાઈપેન્ડની ઇન્ટર્ન ડોક્ટર્સ માગણી સ્વીકારી લીધી છે. જો કે સત્તાવાર જાહેરાત સરકાર ટુંક સમયમાં કરશે. ત્યારે આ સાથે જ એવુ કહી શકાય કે વેટરનરી ઇન્ટર્ન ડોક્ટર્સ હડતાળનો અંત આવશે

    મહત્વનું છે કે વેટરનરી ઇન્ટર્ન ડૉક્ટર્સ છેલ્લા ઘણા સમયથી સ્ટાઇપેન્ડ વધારવાની માગ સાથે વિરોધ અને હડતાળ કરી રહ્યા હતા. એક તરફ રાજ્યમાં લમ્પી વાયરસના સકંજામાં અનેક પશુઓ આવી રહ્યા છે. લમ્પી વાયરસનું સંક્રમણ વધી રહ્યુ છે. ત્યારે વેટરનરી ડોક્ટર્સની હડતાળના પગલે વ્યવસ્થા ખોરવાઇ હતી. જો કે હવે સરકારે ઇન્ટર્ન ડૉક્ટર્સની માગ સ્વીકારતા ટુંક સમયમાં હડતાળનો અંત આવશે.

    (વીથ ઇનપુટ-કિંજલ મિશ્રા, ગાંધીનગર)

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال