ગોધરા- માઈનોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા બિલકિસ બાનુ કેસના આરોપીઓને ફરી જેલભેગા કરવા માંગ કરાઈ | Godhra-Minorities Department demanded to re-imprison Bilkis Banu case accused

પંચમહાલ (ગોધરા)31 મિનિટ પહેલા

ગોધરાના કોગ્રેસના માઈનોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા બિલકિસ બાનુ પર થયેલા જનધન્ય સામૂહિક બળાત્કાર અને તેના પરિવારના સાત લોકોના કરવામાં આવેલ હત્યાના કેસમાં સંડોવાયેલા 11 આરોપીઓને સજા માફી કરી છોડી મૂકવાના બનાવ સંદર્ભે તેના વિરોધમાં ગોધરા કોગ્રેસના માઈનોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા જિલ્લા કલેકટર મારફતે દેશના રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં 11 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.

કલેકટર મારફતે દેશના રાષ્ટ્રપતિને આવેદન
ગુજરાતમાં ગોધરા હત્યાકાંડ બાદ ફાટી નીકળેલા તોફાનોમાં દાહોદ જિલ્લામાં બિલકિસ બાનુ ઉપર સામુહિક બળાત્કાર અને તેના પરિવારના સાત લોકોની હત્યા કરવામાં આવી હતી. જેમાં દોષિત ઠરેલા 11 આરોપીઓને સ્પેશીયલ સીબીઆઈ કોર્ટે આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા 11 આરોપીઓને કોઈપણ કારણ વગર માફી આપી છોડી મુકવામાં આવ્યા હતા. તેના વિરોધમાં ગોધરા કોગ્રેસના માઈનોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા જિલ્લા કલેકટર મારફતે દેશના રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

દેશમાં બંધારણનો સરેઆમ ભંગઃ ઉદેસિંહ બારિયા, પુર્વ કાયદામંત્રી
દેશમાં બંધારણનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે, બિલ્કીસબાનુના કેસમા આરોપીઓને છોડી મુકવામા આવ્યા છે. ભાજપે ચુટણી જીતવા માટે આ કારસો કર્યો છે. તમામ ક્ષેત્રે નિષ્ફળ ગયેલી આ સરકારે આ કારસો ઘડ્યો છે. રેપ વીથ મર્ડરના આરાપીઓને માફીની સજાનો ઉલ્લેખ નથી કાયદો સર્વને માટે એક છે. જે દોશિત છે તેને સજા થવી જોઈએ. આ છોડી મુકવામાં આવેલા આરોપીઓને ફરી જેલ ભેગા કરવામાં આવે તેવી અમારી માંગ છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post