No results found

    આહવા ખાતે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ભવ્ય ઉજવણી, પરંપરાગત નૃત્યો સાથે વિશાળ રેલી નીકળી | A grand celebration with colorful cultural programs, a huge rally with traditional dances took place at Ahwa

    ડાંગ (આહવા)એક કલાક પહેલા

    • કૉપી લિંક
    • ધારાસભ્ય વિજયભાઈ પટેલે આદિવાસી કલ્યાણને વરેલી સરકારનો ઉદ્દેશ સ્પષ્ટ કર્યો

    આહવા ખાતે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ડાંગ જિલ્લાના ‘વિશ્વ આદિવાસી દિવસ’ ઉજવણી કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ઉપસ્થિત ધારાસભ્ય વિજયભાઈ પટેલે સૌને વિશ્વ આદિવાસી દિવસની શુભકામનાઓ પાઠવી, આદિવાસી સમાજના ગૌરવવંતા ઇતિહાસની ઝાંખી રજૂ કરી પ્રકૃતિને પૂજતા આદિવાસી સમાજની પ્રગતિનો ચિતાર રજુ કર્યો હતો.

    આદિવાસી નૃત્યો સાથે યોજાઈ ભવ્ય રેલી
    ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આહવાના કાર્યક્રમ પૂર્વે ગાંધી ઉદ્યાન ખાતેથી આદિવાસી નૃત્યો સાથેની એક વિરાટ રેલી નિકળી હતી. આ રેલીને મહાનુભાવોએ પ્રસ્થાન કરાવી, આહવા નગરના માર્ગો ઉપર આદિવાસી વાજિંત્રોની સુરાવલીઓ સાથે નૃત્યોની મોજ પણ માણી હતી. આ રેલી ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે સભાના રૂપમા ફેરવાઈ હતી. સભાસ્થળે મહાનુભાવોએ બિરસા મુંડા તથા આદિવાસી સમાજના દેવી દેવતાઓનુ પૂજન અર્ચન કર્યું હતુ.

    કાર્યક્રમમાં ઘણા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા
    આહવાના ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે યોજાયેલા ‘વિશ્વ આદિવાસી દિવસ’ ઉજવણી કાર્યક્રમમા રાજવી ધનરાજસિંહ સૂર્યવંશી, આહવા અને વઘઇ તાલુકા પંચાયતના પ્રમુખો, સંગઠનના હોદ્દેદારો, તાલુકા/જિલ્લા પંચાયતના સદસ્યો, આહવાના સરપંચ હરિચંદ ભોયે, સામાજિક અગ્રણીઓ, આદિવાસી સમાજના મોભીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય સ્ટેજ ઉપર ડાંગ કલેક્ટર ભાવિન પંડ્યા, નાયબ વન સંરક્ષક રવિ પ્રસાદ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ જોશી સહિતના વહીવટી અધિકારીઓએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા અદા કરી હતી.

    રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન
    ​​​​​​​​​​​​​​આહવા ખાતે યોજાયેલા ‘વિશ્વ આદિવાસી દિવસ’ ઉજવણી કાર્યક્રમના મુખ્ય રંગમંચ ઉપરથી પરંપરાગત આદિવાસી નૃત્યો પ્રસ્તુત કરાયા હતા. અહીં ચીંચલી અને માલેગામના ગ્રુપ દ્વારા ડાંગી કહાળ્યા અને પાવરી નૃત્ય સહિત આદિજાતિ વિકાસને લગતી દસ્તાવેજી ફિલ્મના નિદર્શન સાથે, રાજ્ય કક્ષાના કાર્યક્રમનુ જીવંત પ્રસારણ પણ કરાયું હતું.

    વિશ્વ આદિવાસી દિવસ ડાંગ જિલ્લાને ફળ્યો
    સાપુતારા ખાતે રૂ. 20.61 કરોડના ખર્ચે આકાર લેનાર કન્યા સાક્ષરતા નિવાસી શાળાના હોસ્ટેલ બિલ્ડીંગ, મેસ બિલ્ડીંગ અને સ્ટાફ ક્વાર્ટર્સનુ વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ઈ ખાતમુહુર્ત કરાયુ હતુ. તો આદિજાતિ વિકાસ વિભાગની વિવિધ આદિવાસી ઉત્કર્ષ યોજનાના કુલ 43 હજાર 389 લાભાર્થીઓને રૂ. 1571.61 લાખના વિવિધ લાભો પણ એનાયત કરાયા હતા.

    કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે ડાંગ જિલ્લાના આદિવાસી સમાજના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ, રમતવીરો, પ્રગતિશીલ ખેડૂતો, વ્યક્તિ વિશેષો વિગેરેનુ જાહેર અભિવાદન કરવા સાથે, આદિવાસી પરંપરાગત સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ રમઝટ જામી હતી.

    અન્ય સમાચારો પણ છે…

    https://images.bhaskarassets.com/web2images/960/2022/08/10/cdf64316-f917-472e-8f96-3e40b92682fd_1660088351041.jpg

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال