No results found

    લુણાવાડા ખાતે ભવ્ય ત્રિરંગાયાત્રા નીકળી; મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકો દેશભક્તિના રંગે રંગાયા | A grand tricolor procession took off at Lunawada; A large number of people present painted in patriotic colours

    મહિસાગર (લુણાવાડા)9 મિનિટ પહેલા

    • કૉપી લિંક

    દેશભરમાં આઝાદીના 75માં વર્ષની ઉજવણી થઈ રહી છે. ત્યારે ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ’’ અંતર્ગત દેશવાસીઓમાં રાષ્ટ્રીય ભાવના પ્રબળ બને તે અર્થે લુણેશ્વર પોલીસ ચોકી ખાતેથી સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપભાઈ પરમાર સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં ત્રિરંગાયાત્રાનો પ્રારંભ થયો હતો.

    દેશભક્તિના ગીતો વચ્ચે મોટી સંખ્યામાં ત્રિરંગા યાત્રાના સહભાગીઓએ વંદે માતરમનાં નારા સાથે રાષ્ટ્રીય ભાવના અને દેશની એકતા અને અખંડિતતાનો પરિચય કરાવ્યો હતો. ત્યાર બાદ મંત્રી સહિતના મહાનુભાવોએ સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પી આઝાદીનાં પ્રદાનને વાગોળ્યા હતાં. તિરંગા યાત્રામાં લુણાવાડા ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવક, અગ્રણી ડો.પ્રદ્યુમન વાજા,અગ્રણી દશરથભાઈ બારીયા, પોલીસ સ્ટાફ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال