Wednesday, August 10, 2022

વેરિફિકેશન માટે વિદ્યાર્થીઓને રૂબરૂ બોલાવતાં સંખ્યા ઘટી જવાની સ્થિતિ | In the case of face to face calling of students for verification the number is reduced

વડોદરા3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • આર્ટ્સે પ્રવેશનો બીજાથી વિપરીત રસ્તો અપનાવતાં બીજો રાઉન્ડ થશે
  • સ્પોટ​​​​​​​ એડમિશન ન હોવાથી રૂબરૂ વેરિફિકેશનમાં 2700માંથી 1100 વિદ્યાર્થી આવ્યા

એમ.એસ.યુની આર્ટસ ફેકલ્ટીમાં પ્રવેશ માટે આ વખતે અન્ય ફેકલ્ટીથી ઊંધી પધ્ધતિ અપનાવાઇ છે. જેથી વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવાની શકયતા વધી છે. 2700 વિદ્યાર્થીઓએ અરજી કરી હતી, પણ પ્રથમ રાઉન્ડમાં 1100 જ ડોકયુમેન્ટેશન વેરીફીકેશન માટે આવ્યા હતા. જેથી હવે બીજા રાઉન્ડની પ્રક્રીયા 11 ઓગષ્ટથી શરૂ થશે. અન્ય ફેકલ્ટીઓમાં વિદ્યાર્થીઓના ડોકયુમેન્ટનું ઓનલાઇન વેરીફીકેશન કરી વિદ્યાર્થીના પ્રવેશ કર્ન્ફમ કરીને સીધા ફી ભરવા બોલાવાય છે.

આર્ટસ ફેકલ્ટીમાં ચાલુ વર્ષે પ્રવેશ માટે વિદ્યાર્થીઓને ડોકયુમેન્ટેશન માટે પહેલા બોલાવાયા હતા. જેને પગલે લાઇનો પડી હતી. અગાઉ 2થી 6 ઓગષ્ટ સુધીમાં જ વિદ્યાર્થીઓને જ બોલાવવાની જાહેરાત કરાઇ હતી. જેમાં માત્ર 1100 જેટલા જ વિદ્યાર્થીઓ આવ્યા હતા. 17 ઓગષ્ટના રોજ ઓરીએન્ટેશન પ્રોગામની જાહેરાત કરવામાં આવી હતી. હવે બીજા રાઉન્ડની પ્રક્રિયા 11 ઓગષ્ટથી શરૂ થશે અને ત્યારબાદ 13 તારીખ સુધી વિષય પસંદગી રાખવામાં આવી છે.

બીજા રાઉન્ડના વિદ્યાર્થીઓ માટે 22મી ઓગષ્ટના રોજ ઓરીએન્ટેશન પ્રોગામ રાખવામાં આવ્યો છે. બહારથી આવતા વિદ્યાર્થીઓ માત્ર ડોકયુમેન્ટેશન વેરીફીકેશન માટે ના આવે તેમ છતાં પણ આ પ્રકારની સીસ્ટમ રાખવામાં આવી હતી. જેને પગલે આર્ટસમાં એડમીશન ઘટશે. કોમર્સ અને સાયન્સ ફેકલ્ટીઓમાં વિદ્યાર્થીઓના ડોકયુમેન્ટેશનનું ઓનલાઇન જ વેરીફીકેશન કરી દેવામાં આવ્યું છે.

રાજસ્થાન, બિહાર, ઇસ્ટર્ન રાજ્યોના વિદ્યાર્થીઓ ઘટી જશે
રાજય બહારથી આર્ટસ ફેકલ્ટીમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા દર વર્ષે 400થી 500 જેટલી હોય છે. જેમાં આ વખતે ઘટાડો થશે. માત્ર ડોકયુમેન્ટેશન વેરીફીકેશન માટે આટલા દૂરથી વિદ્યાર્થીઓ આવતા ના હોવા છતાં પણ ફેકલ્ટી સત્તાધીશોએ ફીઝીકલ વેરીફીકેશન રાખ્યું હતું.

આર્ટ્સ ફેકલ્ટીમાં કોરોના કાળ પહેલા સ્પોટ એડમીશન આપવામાં આવતા હતા
આર્ટસમાં વિદ્યાર્થીઓને કોરોના પહેલા સ્પોટ એડમીશન અપાયા હતા. ડોકયુમેન્ટેશન વેરીફીકેશન સહિત ફી ભરવાની પ્રક્રિયા એક સ્થળે થતી હતી. કોરોના કાળમાં ઓનલાઇન વેરીફીકેશન સાથે વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયા હતા.

અન્ય સમાચારો પણ છે…

https://images.bhaskarassets.com/web2images/521/2020/11/dvb_1604320831.png

Related Posts: