No results found

    સાપુતારામાં પ્રયોશા પ્રતિષ્ઠાનના પૂજ્ય પી.પી.સ્વામી હસ્તે રમણીય વાતાવરણમાં તિરંગા યાત્રા યોજાઈ, જામ્યો દેશભક્તિનું માહોલ | In Saputara, Pujya P.P. Swami of Prayosha Pratisthan organized the Tricolor Yatra in a beautiful atmosphere, the atmosphere of patriotism prevailed.

    • Gujarati News
    • Local
    • Gujarat
    • Dangs
    • In Saputara, Pujya P.P. Swami Of Prayosha Pratisthan Organized The Tricolor Yatra In A Beautiful Atmosphere, The Atmosphere Of Patriotism Prevailed.

    ડાંગ (આહવા)11 મિનિટ પહેલા

    ગિરિમથક સાપુતારા ખાતે હાલ મેઘ મલ્હાર મોન્સૂન ફેસ્ટિવલ ચાલી રહ્યો છે. તેની સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ આઝાદી ના 75 વર્ષ પૂર્ણ થતાં આઝાદીનું અમૃત મહોત્સવની પુરા દેશમાં રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે.

    ત્યારે ગિરિમથક સાપુતારા ખાતે પૂજ્ય પીપી સ્વામીના માર્ગદર્શન હેઠળ સંતોકબા ધોળકિયા વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ દ્વારા સાપુતારા નગરમાં દેશ ભક્તિના સંગીત સાથે મશાલ જ્યોત પ્રગટાવી તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. જેને સાપુતારા ફરવા આવેલ પ્રવાસીઓ પણ દેશ ભક્તિમાં લિન બની ઠેર-ઠેર ‘વંદે માતરમ’ ‘ભારત માતાની જય’ ના નારા સાથે તિરંગા ફરકાવી ઝૂમી ઉઠ્યા હતા. સાપુતારા સ્વાગત સર્કલથી શરૂ કરેલી તિરંગા યાત્રા મુખ્ય માર્ગ થઈ મેઘ મલ્હાર ડોમમાં પહોંચી હતી. જ્યાં વીર જવાનોના સંગીતથી માહોલ દેશ ભક્તિમય બની ગયો હતો. અંતે રાષ્ટ્રીય ગીત બોલી કાર્યક્રમનું સમાપમ કરવામાં આવ્યું હતું.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال