No results found

    નવસારી જિલ્લાના અનેક વિસ્તારોમાં મેઘમહેર, રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યાં | In several areas of Navsari district, Meghmeher, rain water again flooded the roads

    નવસારીએક કલાક પહેલા

    • નવસારીમાં 25 મિમી, જલાલપોરમાં 21 મિમી અને વાંસદામાં 19 મિમી વરસાદ

    નવસારી શહેર અને તાલુકામાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં ધોધમાર વરસાદ ખાબકતા રસ્તાઓ પાણી-પાણી થયા છે. નવસારી અને જલાલપોરમાં સવારે 10 થી 12 વાગ્યા સુધીના બે કલાકમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે સાથે જ વાંસદા તાલુકામાં પણ પોણા ઇંચ વરસાદ નોંધાયો છે.

    વરસતા વરસાદ વચ્ચે સ્વતંત્રતા પર્વની ઉજવણી
    નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક જગ્યાએ ધોધમાર વરસાદ પડ્યો હતો. સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં પણ વરસાદના કારણે મુશ્કેલી પડી હતી. વરસતા વરસાદ વચ્ચે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. નવસારીમાં બપોરે 12 વાગ્યા સુધીના 6 કલાકના વરસાદી આંકડા જોઈએ તો નવસારીમાં 25 મિમી, જલાલપોરમાં 21 મિમી, ગણદેવીમાં 02 મિમી, ચીખલીમાં 03 મિમી, વાંસદામાં 19 મિમી, ખેરગામમાં 17 મિમી વરસાદ નોંધાયો છે.

    શહેરમાં બે કલાકમાં એક ઇંચ વરસાદ
    હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે નવસારી જિલ્લામાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે, જેને કારણે સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં પણ મુશ્કેલી પડી હતી. શહેરમાં પણ વરસાદી માહોલ જામતા બે કલાકમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال