No results found

    વડોદરામાં સાઇકલ ચોર્યાના બીજા દિવસે પણ એ જ સોસાયટીમાં ચોરી કરવા આવેલ શખ્સ ઝડપાયો | In Vadodara, the person who stole the bicycle was caught in the same society on the second day

    વડોદરા6 મિનિટ પહેલા

    સાયકલ ચોરી કરતો શખ્સ સીસીટીવીમાં કેદ.

    વડોદરા શહેરના ન્યૂ વીઆઇપી રોડ ખોડિયારનગર વિસ્તારમાં સતત બીજા દિવસે સાઇકલ ચોરી કરવા આવેલ શખ્સને સ્થાનિકોએ ઝડપી લઇ બાપોદ પોલીસને સોંપ્યો છે. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે.

    ચોર ફરી આવ્યો
    વડોદરાના ન્યૂવીઆઇપી રોડ ખાડિયાર નગર વિસ્તારમાં આવેલ ન્યાલકરણ વ્યૂ ફ્લેટમાં ગઇકાલે દિપક શર્મા નામનો શખ્સ પક્કડ અને ડિસમિશ લઇને આવ્યો હતો. તેણે ફ્લેટમાં પાર્ક કરેલી એક સાઇકલ ચોરી હતી અને ફરાર થઇ ગયો હતો. દિપક આજે પણ ફરીવાર સાયકલ ચોરવા માટે આવ્યો હતો. જેની જાણ સ્થાનિકોને થતાં તેને ઝડપી લીધો હતો અને બાપોદ પોલીસના હવાલે કર્યો હતો.

    ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ
    દિપકે ગઇકાલે ચોરેલી સાઇકલની ઘટના સોસાયટીમાં લાગેલા કેમેરામાં કેદ થઇ હતી. સાઇકલ ચોરવા આવતો આ શખ્સ સોસાયટીમાં કોઇ લોકોની અવર-જવર થાય તો પિલર પાછળ સંતાઇ જતો અને જ્યારે આજુબાજુમાં કોઇ ન હોય ત્યારે સાયકલ ચોરી ફરાર થઇ જતો હતો. જોકે આ દિપકની શંકાસ્પદ હિલચાલને પગલે સ્થાનિકોએ તેને પકડી લીધો હતો અને ગઇકાલે સોસાયટીમાં ચોરાયેલી સાયકલ અંગે સીસીટીવી ચેક કરતાં દિપક તેમાં ચોરી કરતો નજરે પડ્યો હતો. આ શખ્સ નશાના રવાડે ચડ્યો હોવાથી ચોરી કરતો હોય તેવી શક્યતા સેવાઇ રહી છે.

    ઘટના અંગે સ્થાનિક રહીશ રૂપેશભાઇએ દિવ્યભાસ્કર સાથેની વાતમાં કહ્યું હતું કે, શખ્સ ગઇકાલે સાઇકલ ચોરી ગયા બાદ આજે ફરી ચોરી કરવા આવતા અમે તેને ઝડપી લઇ બાપોદ પોલીસને સોંપ્યો છે.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال