Mehsana: રાજ્યના પૂર્વ ગૃહપ્રધાન નરેશ રાવલનું નિવેદન, કોંગ્રેસના 7 ધારાસભ્યો ભાજપમાં જોડાવા તૈયાર | Mehsana: Former state home minister Naresh Rawal's statement, 7 Congress MLAs ready to join BJP

નરેશ રાવલે  (Naresh Rawal) વધુમાં કહ્યું હતું કે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર મારા કેટલાક નજીકના ધારાસભ્યો જ સંપર્કમાં છે. તેઓ મોવડી મંડળના યોગ્ય નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. તો પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે કોંગ્રેસમાં ગૂંગળામણ થાય અને લાગે કે સેવા બંધ થઈ ગઈ છે એટલે લોકો ભાજપમાં જોડાય છે.

TV9 GUJARATI

| Edited By: Manasi Upadhyay

Aug 26, 2022 | 10:25 PM

મહેસાણામાં  (Mehsana) રાજ્યના પૂર્વ ગૃહપ્રધાન નરેશ રાવલે  (Naresh rawal) શક્તિ પ્રદર્શન કર્યું હતું અને ત્યાર બાદ મહત્વનું નિવેદન આપ્યું હતું. નરેશ રાવલે કહ્યું કે કોંગ્રેસના 6 થી સાત ધારાસભ્યો ભાજપમાં જોડાવવા તૈયાર છે હું તો કોઈ બાંધછોડ કર્યાં વગર ભાજપમાં (BJP) આવ્યો છું, પરંતુ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો બાંધછોડ કરીને ભાજપમાં જોડાવવા માગે છે. જો ભાજપનું મોવડી મંડળ યોગ્ય નિર્ણય લે તો કોંગ્રેસી ધારાસભ્યો ભાજપમાં જોડાવવા ઉત્સુક છે.

મહેસાણા જિલ્લાના પૂર્વ કોંગ્રેસ પ્રમુખના કેસરિયા

મહેસાણા જિલ્લાના પૂર્વ કોંગ્રેસ  (Congress) પ્રમુખ માનસિંહ ઠાકોર સમર્થકો સાથે સી.આર.પાટીલના હસ્તે કેસરિયો ખેસ પહેરીને ભાજપમાં જોડાયા હતા.  સી.આર.પાટીલે  તેમને ખેસ પહેરાવીને પક્ષમાં આવકાર્યા હતા. આ પ્રસંગે  મહેસાણાના સાંસદ, મહામંત્રી રજની પટેલ  સહિત  ભાજપના આગેવાનો, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ સમારોહમાં 5 હજારથી વધુ સ્થાનિકો, કાર્યકરો, આગેવાનો ઉપસ્થિત રહ્યાં. નરેશ રાવલના શક્તિ પ્રદર્શનમાં સાંસદ શારદા પટેલ, મહામંત્રી રજની પટેલ, વિજાપુરના ધારાસભ્ય રમણ પટેલ, માણસાના પૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરી હાજર રહ્યાં હતા.

નજીકના ધારાસભ્યો સંપર્કમાં હોવાનું જણાવ્યું

નરેશ રાવલે  (Naresh Rawal) વધુમાં કહ્યું હતું કે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર મારા કેટલાક નજીકના ધારાસભ્યો જ સંપર્કમાં છે. તેઓ મોવડી મંડળના યોગ્ય નિર્ણયની રાહ જોઈ રહ્યા છે.

કોંગ્રેસના પરિવારવાદથી લોકો કંટાળ્યાઃ સી.આર.પાટીલ

કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા નરેશ રાવલે શક્તિ પ્રદર્શન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે કોંગ્રેસમાં ગૂંગળામણ થાય અને લાગે કે સેવા બંધ થઈ ગઈ છે એટલે લોકો ભાજપમાં જોડાય છે. કોંગ્રેસ પરિવારની પાર્ટી બની ગઈ છે. કોંગ્રેસના આગેવાનો આ પરિવારવાદથી કંટાળી ભાજપમાં આવી જાય છે.

Previous Post Next Post