Monday, August 15, 2022

ત્રાજપર વિસ્તારમાં કાર રીવર્સ લેતી વેળાએ વૃદ્ધનું કચડાઈ જતા મોત | An old man was crushed to death while a car was reversing in Trajapar area

મોરબીએક કલાક પહેલા

  • કૉપી લિંક

મોરબી શહેરના ત્રાજપર ખારી વિસ્તારમાં વૃદ્ધ પગપાળા જતા હતા ત્યારે બોલેરો કારના ચાલકે કાર રીવર્સ લેતી વેળાએ વૃદ્ધને અડફેટે લેતા વૃદ્ધનું ગંભીર ઈજાને પગલે મોત થયું હતું. જે બનાવ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મોરબીમાં સમર્પણ હોસ્પિટલ પાછળ વિપુલનગર સોસાયટીમાં રહેતા મહેશભાઈ ઘોઘાભાઇ સનુરા (ઉ.વ.49) પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના પિતા ઘોઘાભાઇ ત્રાજપર ખારી વિસ્તાર રોડ પર પગપાળા જતા હોય ત્યારે બોલેરો પીકઅપ જીજે 36 ટી 5519ના ચાલકે કાર રીવર્સ લેતી વેળાએ ગફલતભરી રીતે ચલાવતા ફરિયાદીના પિતા ઘોઘાભાઇને હડફેટે લેતા ગંભીર ઈજા પહોંચી હતી જેથી વૃદ્ધનું મોત થયું છે. તો અકસ્માત બાદ ગાડી મૂકી કારચાલક નાસી ગયો હતો. મોરબી સીટી બી ડીવીઝન પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.