No results found

    રક્ષાબંધન પર્વના દિવસે રીકતા તિથિને કારણે સવારે રાખડી નહી બાંધી શકાય | On the day of Raksha Bandhan, rakhi cannot be tied in the morning due to Rikata Tithi

    હિંમતનગર3 કલાક પહેલા

    • કૉપી લિંક

    ચાલુ વર્ષે બે દિવસ સુધી ચાલનાર શ્રાવણી પૂનમ અને ભદ્રાનુ ગ્રહણ લાગી જતા રાખડી ક્યારે બાંધવી અને કયુ મૂહુર્ત શ્રેષ્ઠ રહેશે તે બાબતે ભારે અસમંજસ સ્થિતિ પ્રર્વતી રહી છે અને સોશ્યલ મીડીયાના પંડિતો દ્વારા એકથી અનેક મૂહુર્ત બતાવાઇ રહ્યા છે ત્યારે ચીતરીયાના કે.પી. વૈદિક એસ્ટ્રોલોજર દ્વારા તા.11/08/22 ના રોજ બપોરે 12:32 કલાકથી 12:56 કલાક રક્ષાબંધન માટે અભિજીત – શ્રેષ્ઠ મૂહુર્ત હોવાનુ જણાવાઇ રહ્યુ છે.

    ચાલુ વર્ષે 11 ઓગસ્ટે 10:40 કલાકે ચૌદસ પૂરી થાય છે અને પૂનમનો પ્રારંભ થાય છે અને 12 ઓગસ્ટે સવારે 7:06 કલાકે પૂનમ પૂરી થાય છે તદ્દપરાંત 11 ઓગસ્ટે 10:40 થી રાત્રે 8:53 સુધી ભ્રદ્રાનુ ગ્રહણ નડી ગયુ છે આવી સ્થિતિમાં રાખડી ક્યારે બાંધવી તે બાબતે મતમતાંતર પ્રવર્તી રહ્યા છે. ચિતરીયાના વૈદિક એસ્ટ્રોલોજર દેવશંકર ભટ્ટે જણાવ્યુ કે 11 ઓગસ્ટે 10:40 કલાક સુધી ચૌદસ છે ત્યારબાદ પૂનમ શરૂ થાય છે.

    ધર્મ સિંધુ અને નિર્ણય સિંધુ શાસ્ત્રના નિયમ પ્રમાણે રીકતા તિથી હોવાથી સવારે રાખડી બાંધી ન શકાય. દિવસ દરમિયાન ભદ્રા છે આથી બપોરે 12:32 થી 12:56 અભિજીત મૂહુર્તમાં રાખડી બાંધવી શ્રેષ્ઠ સમય ગણી શકાય છે. તેમેણે ઉમેર્યું કે રક્ષાબંધન શ્રાવણી પૂનમ, નાળીયેરી, પૂર્ણીમા, હયગ્રીવ જયંતી, વ્રતની પૂનમ તરીકે પણ મનાવાય છે. ગુરૂવારે શ્રાવણ સુદ પૂનમના દિવસે ઘનિષ્ઠા શતભિષા નક્ષત્ર આયુ સૌભાગ્ય યોગ છે ચંદ્ર મકર રાશીમાં રહેશે. ઘનિષ્ઠા – શતભિષા નક્ષત્રોમાં કરેલા કાર્યોથી સુખ – સંપત્તિમાં વધારો થાય છે.

    રાશિ પ્રમાણે રાખડી

    • મેષ – વૃશ્ચિક : લાલ
    • વૃષભ – તુલા : સફેદ
    • મિથુન – કન્યા : લીલો
    • કર્ક – સફેદ
    • સિંહ – સોનેરી, ગુલાબી
    • ધન – પીળો
    • મકર – કુંભ : ભૂરો

    અન્ય સમાચારો પણ છે…

    https://images.bhaskarassets.com/web2images/521/2020/11/dvb_1604320831.png

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال