નર્મદા ડેમ ખાતે PM નરેન્દ્ર મોદી આવે તેવી અટકળો, ડેમની સપાટી 132.17 મીટર પર પહોંચી | Speculations that PM Narendra Modi will visit Narmada Dam, the level of the dam reached 132.17 meters

રાજપીપળાએક કલાક પહેલા

  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar

ફાઈલ તસવીર

નર્મદા નીરના વધામણાં કાર્યક્રમ ની શક્યતાઓ રાજ્ય ના સીએસ પંકજ કુમાર કેવડિયા ની મુલાકતે આવ્યા નર્મદા ડેમની મુલાકાત કરવી જે બાબત ને લઈને એક બાબત એવી ચોક્કસ નક્કી થાય છે કે 17 સપ્ટેમ્બર ના રોજ પીએમ નરેન્દ્ર મોદી ની જન્મદિવસ આવી રહ્યો છે.

નર્મદા ડેમની મહત્તમ સપાટી માત્ર 6.75 મીટર બાકી
નર્મદા ડેમ ને જેની મહત્તમ સપાટી 138.68 મીટરે ભરાશે. હાલ નર્મદા ડેમ જેની મહત્તમ સપાટી પર પહોંચવામાં માત્ર 6.75 મીટર બાકી છે અને પીએમ ના જન્મદિવસે આ ડેમ પૂર્ણ મહત્તમ સપાટી સુધી ભરાય જશે એવું લાગી રહ્યું છે. અને એવી પણ શકયતા તો છેકે પીએમ નરેન્દ્ર મોદી નર્મદા ડેમ ના વધામણાં કરવા આવીશકે માટે તંત્ર એ પણ જેની તૈયારી શરૂ કરી દીધી છે. જોકે સત્તાવાર કોઈ જાહેરાત હાલ કરતા નથી પણ અંદરખાને તૈયારી ઓ તો ચાલી રહી છે.

હાલ સપાટી દર કલાકે માં 4 થી 5 સેમી નો વધારો
નર્મદા ડેમ ની સપાટી માં વધારો નોંધાઇ રહ્યો છે અને હાલ સપાટી દર કલાકે માં 4 થી 5 સેમી નો વધારો નોંધાઇ રહ્યો છે અને હાલ સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 132.17 મીટરે પહોંચી ગયો છે આજે પણ પાણીની આવક 50214 ક્યુસેક થઈ રહી છે.ત્યારે રોજના 40 થી 42 સેમી વધી રહી છે. ત્યારે હાલમાં જે 6 મીટર ડેમ ખાલી છે તે 15 દિવસમાં ભરાઈ શકે પંરતુ તંત્ર 17 સપ્ટેમ્બર સુધીમાં ભરવાની તંત્ર કવાયત કરી છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post