Wednesday, August 10, 2022

PM મોદી પાસે ના કોઇ કાર કે જમીન, જાણો સંપત્તિ

  • PM મોદીની સંપત્તિમાં ગયા વર્ષની સરખામણીમાં 26.13 લાખનો વધારો
  • ગાંધીનગરની જમીન પીએમ મોદીએ દાનમાં આપી દીધી
  • PM મોદી પાસે રૂ.35250 રોકડા છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કુલ સંપત્તિ 2.33 કરોડ છે. ગયા વર્ષની સરખામણીમાં પીએમ મોદીની સંપત્તિમાં 26.13 લાખ રૂપિયાનો વધારો થયો છે. આટલું જ નહીં તેમણે ગાંધીનગરમાં પીએમ મોદી પાસે જે જમીન હતી તે દાનમાં આપી દીધી. તેથી હવે તેમની પાસે કોઈ જ સ્થાવર મિલકત નથી.

વડાપ્રધાન કાર્યાલય (PMO)ની વેબસાઇટ પર પીએમની સંપત્તિ જાહેર કરવામાં આવી છે. આ મુજબ પીએમ મોદીની મોટાભાગની ચલ સંપત્તિ બેંકમાં જમા છે. એટલું જ નહીં પીએમ મોદી પાસે કોઈ બોન્ડ, મ્યુચ્યુઅલ ફંડ કે શેર નથી. તેમજ તેમની પાસે પોતાનું કોઈ વાહન નથી. જો કે પીએમ મોદી પાસે ચાર સોનાની વીંટી છે.

ગયા વર્ષ સુધી 2.23 કરોડની સંપત્તિ હતી

પીએમ મોદી પાસે 31 માર્ચ 2021ના રોજ 2,23,82,504 રૂપિયાની જંગમ અને 1.1 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિ હતી. તેમણે હવે રિયલ એસ્ટેટનું દાન કર્યું છે. પીએમ પાસે 31 માર્ચ, 2022 સુધી કોઈ સંપત્તિ નથી. જ્યારે તેમની સંપત્તિ હવે વધીને 2.33 કરોડ રૂપિયા થઈ ગઈ છે. પીએમ મોદી પાસે 35250 રૂપિયાની રોકડ પણ છે. એટલું જ નહીં તેમની પાસે 189305 રૂપિયાની જીવન વીમા પોલિસી છે.

https://i2.wp.com/assets.sandesh.com/images/2022/08/10/9BRintmvBjbGe8qaBQe6VsxZALq0cshKCTwsE6Nt.jpg?resize=600,315

Related Posts: