Monday, August 8, 2022

દાહોદ જિલ્લામાં વધુ બે તરુણીના અપહરણ કર્યાની પોલીસફરિયાદ | Police complaint of abduction of two more girls in Dahod district

દાહોદ21 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • દાહોદ અને દેવગઢ બારિયા તાલુકામાંથી અપહરણ

દાહોદ જિલ્લામાંથી વધુ બે તરુણીઓના પત્ની તરીકે રાખવાના ઇરાદેથી અપહરણની ઘટના પોલીસ મથકે નોંધાઇ હતી. આ સંદર્ભે પોલીસે જૂના બારિયા અને ધાનપુરના ગાંગરડીના યુવકો સામે ગુનો દાખલ કર્યો હતો.

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ગાંગરડી ફળિયાનો મનોજ મગન અમલીયાર તા.17 જૂનના રોજ 11.30 વાગ્યાના અરસામાં દાહોદ તાલુકાના રળીયાતી ગામેથી એક 16 વર્ષ અને 7 મહિનાની તરુણીને લલચાવી ફોસલાવી પત્ની તરીકે રાખરવા અપહરણ કરી લઇ ગયો હતો. જ્યારે દેવગઢ બારિયા તાલુકાના જૂના બારિયા ગામનો રાજન બાબુ બારીયા તા.7મી જુલાઇના રોજ રાત્રીના બે વાગ્યાના અરસામાં તાલુકાની એક 15 વર્ષ અને 3 મહિનાની તરુણીને પ્રેમના પાઠ ભણાવી પત્ની તરીકે રાખવા માટે કાયદેસરના વાલીપાણામાંથી તેના ઘરેથી અપહરણ કરી લઇ ગયો હતો.

બનાવની જાણ થતાં તરુણીના પરિવારજનોએ શોધખોળ કરી હતી. તરુણીઓના પરિવારની ફરિયાદના આધારે પોલીસે જુના બારિયાના રાજન બાબુ બારીયા અને ધાનપુરના ગાંગરડીના મનોજ મગન અમલિયાર વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.