No results found

    શેખ બાબુના પુત્રને હત્યાના આરોપી પોલીસ જવાન રાજુ રબારીની કોર્ટ પરિસરમાં જ ધમકી | Police constable Raju Rabari, accused of murdering Sheikh Babu's son, threatened in the court premises

    વડોદરાએક કલાક પહેલા

    • કૉપી લિંક
    રાજુ રબારી - Divya Bhaskar

    રાજુ રબારી

    • ફતેગંજ પોલીસની પૂછપરછમાં ટોર્ચર કરતાં મોત થયું હતું
    • સલીમ શેખે કોર્ટને બનાવની જાણ કર્યા બાદ ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

    ફતેગંજ પોલીસ મથકના ચકચારી શેખ બાબુ હત્યા કેસના આરોપી પોલીસ જવાને આજે અદાલતમાં મૃતકના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો ગોત્રી પોલીસ મથકે પહોંચ્યો છે. પુત્ર સલીમ શેખ દ્વારા બનાવ અંગે અદાલત ને પણ લેખિતમાં આપી ધ્યાન દોર્યું છે.

    ઉલ્લેખનીય છે કે, અદાલતના આદેશથી શહેર પોલીસે તે સમયના પીઆઇ, પીએસઆઈ અને ચાર જવાનો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો. બુધવારે બપોરના સમયે અદાલતમાં કેસની સુનાવણી માટે જાપ્તામાં લવાયેલા આરોપી પોલીસ જવાન પૈકી રાજેશ સવજીભાઈ ગળચર ઉર્ફે રાજુ રબારીએ મૃતક શેખ બાબુના પુત્રને ધમકી આપી હુમલાનો પ્રયાસ કર્યો હતો. જાપ્તાના પીએસઆઈ સહિત અન્ય જવાનોએ માંડ મામલો શાંત પાડયો હતો. બાદમાં સાંજે સલીમ શેખ ગોત્રી પોલીસ મથકે જઈ આરોપી પોલીસ જવાન રાજુ રબારી વિરુદ્ધ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ આપી હતી.

    પિતાની હત્યાના ન્યાય માટે છેલ્લા શ્વાસ સુધી લડીશ
    હત્યા કેસની સુનાવણી જલ્દી કરવાની વિનંતી કરવા અત્રેની અદાલતમાં આવેલા સલીમ શેખે દિવ્યભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મને ન્યાય તંત્ર ઉપર પૂરો વિશ્વાસ છે. આરોપીઓ પોલીસ અધિકારી અને કર્મીઓ ભલે હોય પણ મને એક દિવસ મારા પિતાની હત્યાનો ન્યાય જરૂર મળશ.

    અન્ય સમાચારો પણ છે…

    https://images.bhaskarassets.com/web2images/960/2022/08/11/orig_49_1660172517.jpg

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال