No results found

    લીંબડી ખાતે પોલીસ પરેડ અને શસ્ત્ર પ્રદર્શન યોજાયું, મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ જોડાયા | A police parade and weapons display was held at Limbadi, attended by a large number of policemen

    સુરેન્દ્રનગરએક કલાક પહેલા

    • કૉપી લિંક
    • જિલ્લા પોલીસ વડા, લીંબડી નાયબ પોલીસ અધિક્ષક સહીતના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં

    સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પોલીસ પરેડ યોજાઇ હતી. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા, લીંબડી નાયબ પોલીસ અધિક્ષક સહીતના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા પરેડનું આયોજન કરાયું હતું.

    નગરજનોએ પોલીસ પરેડ નિહાળી
    દેશને આઝાદી મળ્યાને 75 વર્ષ પુરા થવા બદલ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “હર ઘર તિરંગા” અભિયાનની સાથે દેશભરમાં આઝાદીના પર્વની દબદબાભેર ઉજવણી થઇ રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પોલીસ પરેડ યોજાઇ હતી. જેમાં લીંબડી ટાવર બંગલાથી ગ્રીનચોક સુધી પોલીસ પરેડ યોજાઇ હતી. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા, લીંબડી નાયબ પોલીસ અધિક્ષક સહીતના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. અને લીંબડીના નગરજનોએ પણ આ પોલીસ પરેડને શાંતિથી નિહાળી હતી.

    વિવિધ પ્રકારના શસ્ત્રોનું પ્રદર્શન
    પોલીસ પરેડની સાથે સાથે પોલીસ વિભાગ દ્વારા શસ્ત્ર પ્રદર્શન પણ યોજાયું હતું. જેમાં પોલીસ વિભાગ દ્વારા ઉપયોગમાં લેવાતા વિવિધ પ્રકારના શસ્ત્રો લોકો નિહાળી શકે તે માટે શસ્ત્ર પ્રદર્શન પણ યોજાયું હતું. જિલ્લા પોલિસ વિભાગની આ પોલીસ પરેડે લીંબડી નગરજનોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال