લાંચિયા PSIએ દારૂ કેસમાં અન્ય ટ્રાવેલ માલિક પાસેથી પણ 1 લાખનો તોડ કર્યો! | Bribery PSI extorts 1 lakh from another travel owner in liquor case too!

સુરત20 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસ્વીર

  • પુણાના PSI રાજપૂતના કેસમાં વધુ એક ફણગો ફૂટી શકે
  • ACB સમક્ષ હાલમાં 2 સાહેદો સામે આવ્યા, વધુ તપાસ જરૂરી

પુણા પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફના લાંચીયા PSI જે.એચ.રાજપૂતે દારૂના કેસમાં અન્ય એક ટ્રાવેલ્સના માલિક પાસેથી પણ 1 લાખનો તોડ કર્યો હોવાની વાત બહાર આવી છે. જેનું નામ આરોપી તરીકે ન દાખલ કરવા પીએસઆઈ રાજપૂતે તોડ કર્યો હતો. હાલમાં એસીબી સમક્ષ 2 સાહેદો સામે આવ્યા છે.

ટ્રાવેલ્સ માલિક પાસેથી પણ પીએસઆઈ રાજપૂતે લાંચની રકમ લીધી હોવાની વાત છે. એસીબીમાં PSI જયદીપસિંહ હસમુખસિંહ રાજપૂત (36) (રહે,રામેશ્વર સોસા, પાલ રોડ, અડાજણ,મૂળ રહે,કાંસાગામ,જિ.મહેસાણા) 3 લાખની લાંચમાં પકડાયા બાદ તેના પાપનો ઘડો હવે દિવસે દિવસે ફુટવા લાગ્યો છે.

એવી પણ વાતો સામે આવી રહી છે કેટલાક બેનંબરી ધંધાદારીઓ પાસેથી પણ લાંચીયા PSI તેના રિક્ષાચાલક જીયાઉદ્દીન અબુલરહીમ સૈયદને મોકલી મોટી રકમ ઉઘરાણી કરતો હતો. પુણા પોલીસમાં કાપડ માર્કેટમાં ચીટીંગ બાબતેની કેટલીક અરજીઓની તપાસ પણ ડી સ્ટાફ પીએસઆઈ રાજપૂત કરતા હતા. જે અરજીઓમાં વેપારીઓ પાસેથી તોડ કર્યો હોવાની આશંકા છે. આ બાબતે પોલીસ કમિશનર લાંચીયા પીએસઆઈએ કરેલી અરજીઓની જો તપાસ કરાવે તો મોટું ભોપાળું બહાર આવી શકે છે.

દોઢ ર્ષમાં 21 પોલીસકર્મી લાંચમાં ઝડપાયા
​​​​​​​દોઢ વર્ષમાં સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોના પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા 21 પોલીસકર્મીઓ લાંચ લેતા એસીબીના છટકામાં પકડાયા છે. જેમાં સુરત સિટીની વાત કરીએ તો વર્ષ 2021માં પીએસઆઈ સહિત 5 પોલીસકર્મીઓ 3 ખાનગી વ્યકિતઓ સાથે લાંચમાં પકડાયા હતા. તેવી જ રીતે વર્ષ 2022માં 5 પોલીસકર્મીઓ ઉપરાંત એક ખાનગી વ્યકિત સાથે લાંચમાં પકડાયા હતા. તદ્ઉપરાંત ગ્રામ્ય પોલીસની વાત કરીએ વલસાડ, નવસારી, સુરત, માંગરોળ, ડાંગ અને વ્યારામાં વર્ષ 2021માં 8 પોલીસકર્મીઓ 4 ખાનગી વ્યકિત સાથે લાંચમાં પકડાયા હતા, જયારે વર્ષ 2022માં 3 પોલીસકર્મીઓ લાંચમાં પકડાયા છે.

અન્ય સમાચારો પણ છે…