No results found

    Shocking Video: અચાનક રસ્તા પર પડી ગયું વિમાન, વાહન ચાલકોના અધર થઈ ગયા શ્વાસ | Shocking Video Suddenly the plane fell on the road the drivers gasped

    હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો વાયરલ (Viral Video) થયો છે, જેમાં એક નાનું વિમાન અચાનક ક્રેશ (Plane Crashed Video) થઈ જાય છે. અને જે જગ્યાએ તે ક્રેશ થયુ ત્યા લોકોના જીવનું ખુબ જોખમ હતુ.

    Shocking Video: અચાનક રસ્તા પર પડી ગયું વિમાન, વાહન ચાલકોના અધર થઈ ગયા શ્વાસ

    Viral Video

    Image Credit source: twitter

    સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે. અકસ્માતના વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થતા હોય છે. અકસ્માત ખુબ ભયાનક હોય છે. તેમાં શારીરિક, માનસિક અને આર્થિક નુકશાન થવાનું ખુબ જોખમ હોય છે. તેમાં પણ વિમાન ક્રેશ જેવા અકસ્માતો ખુબ ભયાનક હોય છે. કારણ કે ટેકનિકલ ખામી કે બીજા કોઈ કારણથી ક્રેશ થયેલા વિમાન કયા પડે અને કેટલુ નુકશાન થાય તેની કોઈ કલ્પના નથી કરી શકતુ. હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો વાયરલ (Viral Video) થયો છે, જેમાં એક નાનું વિમાન અચાનક ક્રેશ (Plane Crashed Video) થઈ જાય છે અને જે જગ્યાએ તે ક્રેશ થયુ ત્યા લોકોના જીવનું ખુબ જોખમ હતુ.

    આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ગાડીઓની અવરજવર વાળા વ્યસ્ત રસ્તા પર આકાશમાં કેટલીક ઊંચાઈ પર ઊડીને નીચેની તરફ આવી રહ્યુ છે. તે લથડી રહ્યુ હતુ, જેને જોઈને વાહનચાલકોને કોઈ મોટી દુર્ઘટનાનો સંકેત મળવા લાગ્યો. લોકોને લાગ્યુ આ વિમાન ક્રેશ થતા મોટી દુર્ઘટના થશે અને તેમાં આપણા પણ જીવ જશે. રસ્તા પર જતી ગાડી પર જોખમ હતુ. તેવામાં વિમાન એક બગીચા જેવા ભાગમાં રસ્તાના કિનારે એક ઝાડ પાસે પડે છે. કોઈ પણ ગાડીને કોઈ નુકશાન નથી થતુ અને કોઈ જાનહાનિ પણ થતી નથી. પાયલટ પણ આ ક્રેશ વિમાનમાંથી સફળતા પૂર્વક નીકળી જાય છે.

    આ રહ્યો એ વાયરલ વીડિયો

    આ વિમાન ક્રેશનો વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર Crazy Tweets નામની આઈડી પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોને લાખો વ્યૂઝ મળ્યા છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોને શેયર કરીને પોતાના પ્રતિભાવો પણ આપ્યા છે. તેના કેપ્શનમાં લખ્યુ છે કે, આ કુશળ પાયલટે ગાડીઓની અવરજવરવાળા રસ્તા પર કોઈ પણ ગાડીને નુકશાન કરાવ્યા વગર વિમાનને ક્રેશ કર્યુ. તે જાતે પણ તેમાંથી બચીને નીકળી ગયો. આ વીડિયો ખરેખર ચોંકાવનારો છે. આ વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર તે પાયલટની પણ પ્રશંસા કરી રહ્યા છે.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال