No results found

    લુણાવાડામાં ગણપતિ બાપ્પાના સ્વાગત ઉત્સવના શ્રીગણેશ; ભક્તો દ્વારા ડીજેના તાલે વાજતે ગાજતે બાપ્પાની પ્રતિમાઓનાં વધામણાં કરાયાં | Sri Ganesh of Ganapati Bappa's welcome festival in Lunawada; The idols of Bappa were saluted by the devotees to the beat of the DJ

    મહિસાગર (લુણાવાડા)26 મિનિટ પહેલા

    મહીસાગર જિલ્લામાં ગણપતિ બાપ્પાનું આનંદ ઉલ્લાસ ભેર આગમન ભક્તોમાં અનેરો ઉત્સાહ ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું છે.

    બાપ્પાને આવકારવા માટે મોટી સંખ્યામાં નગરવાસીઓ ઉમટ્યા
    મહીસાગર જિલ્લા સહિત લુણાવાડા શહેરમાં ગણપતિ ઉત્સવ પર્વે શ્રી ગણેશજીની પ્રતિમાઓનું આગમન થઈ રહ્યું છે. સમગ્ર જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી વિવિધ મંડળો દ્વારા ગણપતિ બાપ્પાનું ડીજેના તાલે વાજતે ગાજતે આગમન કરવામાં આવી રહ્યું છે. રાત્રે શહેરમાં પધારી રહેલા ગણપતિ બાપ્પાને આવકારવા માટે મોટી સંખ્યામાં નગરવાસીઓ ઉમટી પડ્યા હતા. લુણાવાડા શહેરમાં મહેમાન બની પધારેલા ગણપતિ બાપ્પાને લુણાવાડા હાઇવે રોડ અને ચાર રસ્તેથી શોભાયાત્રા કાઢી ડીજેના તાલે નાચગાન સાથે ભક્તો પોતપોતાના સ્થાપન પંડાલ સુધી લાવ્યા હતા. ત્યારે ગણેશ ચતુર્થીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેવામાં લુણાવાડા નગરમાં બાપ્પાના આગમનને લઈ ભક્તોમાં ભારે આનંદ ઉલ્લાસ જોવા મળી રહ્યો છે.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال