No results found

    વલસાડના મગોદ શાંતિમંદિરમાં વિશ્વ સંસ્કૃત દિવસની ઉજવણીમાં છાત્રોએ સંસ્કૃત ભાષા વિશે વિચારો રજૂ કર્યા | Students present ideas about Sanskrit language in celebration of World Sanskrit Day at Magod Peace Temple, Valsad

    વલસાડ8 મિનિટ પહેલા

    • કૉપી લિંક
    • વૈજ્ઞાનિક સંશોધન દર્શાવે છે કે તે જ્ઞાનાત્મક કાર્ય અને શૈક્ષણિક કાર્યક્ષમતામાં વધારો કરે છે

    વલસાડ નજીકના મગોદ ગામે શાંતિમંદિર સ્થિત સંસ્કૃત મહાવિદ્યાલયમાં વિશ્વ સંસ્કૃત દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહામંડલેશ્વર સ્વામી નિત્યાનંદ સરસ્વતી મહારાજની ઉપસ્થિતિમાં કરાયું હતું. સવારે 9:30થી 12:30 દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમમાં શારદા પ્રભા ઈંગ્લિશ મિડિયમ સ્કૂલના નાના ભૂલકાંઓએ પોતાની કાલીઘેલી બોલીમાં સંસ્કૃતના વિવિધ શ્લોક, સ્તુતિ, વાર્તાલાપ તેમજ સંવાદ રજૂ કરી ઉપસ્થિત સૌના મન મોહી લીધા હતા. શારદા પ્રભાએ નર્સરીમાંથી જ તેના અભ્યાસક્રમમાં સંસ્કૃતનો સમાવેશ કર્યો છે, કારણ કે વૈજ્ઞાનિક સંશોધન દર્શાવે છે કે તે જ્ઞાનાત્મક કાર્ય અને શૈક્ષણિક કાર્યક્ષમતામાં વધારો કરે છે.

    આધુનિક શિક્ષણનું અનોખું મિશ્રણ
    વલસાડ તાલુકાના મગોદ ખાતે આવેલા શાંતિ મંદિર ખાતે સંસ્કૃત મહાવિદ્યાલયમાં વિશ્વ સંસ્કૃત દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્કૃત, સંસ્કૃતિ અને સંસ્કાર આ ત્રણેય ગાઢ સંબંધ ધરાવે છે અને એક બીજા વિના અધૂરા પણ છે. શાળાએ પરંપરાગત મૂલ્યો સાથે આધુનિક શિક્ષણનું અનોખું મિશ્રણ છે, જે આધુનિક સમયની સમસ્યાઓનો સંપૂર્ણ ઉકેલ છે. શ્રી મુક્તાનંદ સંસ્કૃત મહાવિદ્યાલય માં ધો.9 થી કોલેજ સુધીનો અભ્યાસ કરતા છાત્રોએ સંસ્કૃત ભાષા વિશે પોતાના વિચારો, વેદનો અભ્યાસ, સંસ્કૃત શ્લોકગાન, ગીત-સંગીત તેમજ ઉપસ્થિત આચાર્યો-ગુરુજી દ્વારા સંસ્કૃત અંગેની વિવિધ માહિતી પ્રદાન કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના વ્યવસ્થાપક અને મહાવિદ્યાલયના આચાર્ય દ્વારા સંસ્કૃતમય શૈલીમાં કરાયું હતું.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال