વિશ્વના મહાન બેટ્સમેનોમાંના એક ગણાતા સચિન તેંડુલકરે (Sachin Tendulkar) ફરી એકવાર બેટ પકડ્યું છે, પરંતુ આ વખતે તેણે એક ખાસ સંદેશ આપવા માટે આ કામ કર્યું છે.

Sachin Tendulkar નો વિડીયો ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે
સચિન તેંડુલકરે (Sachin Tendulkar) ફરી એકવાર બેટ પકડ્યુ છે અને હંમેશની જેમ તેણે આ વખતે પણ જોરદાર શોટ ખેલ્યા છે. જોકે આ વખતે સચિને ક્રિકેટ ની પીચ પર નહીં પરંતુ બેડમિન્ટન કોર્ટ પર બેટિંગ કરી હતી. સ્પોર્ટ્સ ડે (National Sports Day ) ના અવસર પર સચિને ફરી એકવાર બેટ પકડ્યું, તે પણ ખાસ સંદેશ આપવા. સચિને સ્પોર્ટ્સ ડેના અવસર પર એટલે કે 29 ઓગસ્ટે બેટ પકડ્યું હતું. સુપ્રસિદ્ધ હોકી ખેલાડી મેજન ધ્યાનચંદ (Major Dhyan Chand) ના જન્મદિવસને સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે.
સચિને આ અવસર પર બેટ પકડ્યો અને તેનો વીડિયો ટ્વીટ કર્યો. આ વીડિયોમાં સચિને જોરદાર બેટિંગ કરી અને તેની સ્ટ્રેટ ડ્રાઇવ સહિત તેના ટ્રેડમાર્ક શોટ ફટકાર્યા. આ વીડિયો પોસ્ટ કરતા સચિને લખ્યું, “આ રાષ્ટ્રીય રમત દિવસ છે અને હું તે રમત કેવી રીતે ન રમી શકું જેને મેં મારું જીવન સમર્પિત કર્યું છે.”
It’s #NationalSportsDay and how could I not play the sport I love and dedicated my life to. 🏏
Share your pictures/videos playing your favourite sport.#SportPlayingNation pic.twitter.com/56rLrCvjfe
— Sachin Tendulkar (@sachin_rt) August 29, 2022
સચિને ખાસ અપીલ કરી
સચિને આ દિવસે ન માત્ર બેટ પકડ્યું પરંતુ દેશની જનતા અને તેના ચાહકોને ખાસ અપીલ પણ કરી. તેણે એક પત્ર ટ્વીટ કર્યો છે જેમાં તેણે તાજેતરમાં કોમનવેલ્થ ગેમ્સમાં લૉન બોલમાં ગોલ્ડ મેડલ જીતનાર ચાર મહિલાઓનો ઉલ્લેખ કર્યો છે. આ સિવાય અન્ય ઘણા ખેલાડીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને અપીલ કરી કે, “દરેક વ્યક્તિએ રમત રમવી જોઈએ. દેશને રમતગમત રાષ્ટ્ર બનાવવા માટે કોઈ વય મર્યાદા નથી. આ રાષ્ટ્રીય રમત દિવસ પર, એક રમત પસંદ કરો અને તેને રોજ રમો. ચાલો એક ફિટ દેશ બનીએ.”
Age is no bar to transform 🇮🇳 into a #SportPlayingNation!
On #NationalSportsDay let’s all pick up any sport and play it regularly. Let’s be a fitter nation. pic.twitter.com/pLMckBcgDs
— Sachin Tendulkar (@sachin_rt) August 29, 2022
2013 માં નિવૃત્ત થયા સચિન
સચિન તેંડુલકરે 2013માં ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. વિશ્વ ક્રિકેટમાં 100 સદી ફટકારનાર તે એકમાત્ર બેટ્સમેન છે. તે ટેસ્ટ અને વનડેમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ છે. અત્યાર સુધી કોઈ પણ આ રેકોર્ડ તોડી શક્યું નથી અને આ સમયે કોઈ આ રેકોર્ડની બરાબરી કરી શકશે તેવું લાગતું નથી.