No results found

    Viral Video : આ મહિલાએ રીક્ષાચાલકને મારી દીધા 17 થપ્પડ, જાણો કેમ મહિલાએ રીક્ષાચાલકની કરી ધુલાઈ | Viral Video This woman killed the rickshaw puller with 17 slaps know why the woman washed the rickshaw puller hair

    Viral Video : હાલમાં સોશિયલ મીડિયા પર એક મહિલા અને રીક્ષા ચાલકની લડાઈનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા આ રીક્ષા ચાલકને ધડાધડ 17 થપ્પડ મારી દે છે.

    Viral Video : આ મહિલાએ રીક્ષાચાલકને મારી દીધા 17 થપ્પડ, જાણો કેમ મહિલાએ રીક્ષાચાલકની કરી ધુલાઈ

    Viral Video

    Image Credit source: twitter

    સોશિયલ મીડિયા પર મારામારીના અનેક વીડિયો વાયરલ (Viral Video) થતા હોય છે. દુનિયામાં એવા ઘણા લોકો છે જે નાની નાની વાતે ઘૂસે થઈ જતા હોય છે. તેમને તેમની વસ્તુઓ એટલી પ્રિય હોય છે કે તેને કોઈ અડકે તો તેઓ લાલપીળા થઈ જાય છે. હાલમાં એવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વાયરલ વીડિયો નોઈડાનો છે. આ વીડિયો ખરેખર ચોંકાવનારો (Shocking Video) છે. આ વીડિયોને લોકો વખોડી પણ રહ્યા છે. ચાલો જાણીએ કે હકીકતમાં ઘટના શું બની છે.

    આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા એક ઈ-રીક્ષા ચાલકનો શર્ટનો કોલર પકડીને તેને થપ્પડ મારી રહી છે. તે આ રીક્ષા ચાલકને પોતાની કાર પાસે લઈ જાય છે અને કાર પર પડેલા સ્કેચ બતાવે છે. તે મહિલા જોત જોતમાં આ રીક્ષાચાલકને 90 સેકેન્ડમાં 17 થપ્પડ મારે છે. વાત એમ હતી કે આ મહિલાની કાર અને ઈ-રીક્ષા વચ્ચે એક મામુલી ટક્કર થઈ હતી. પણ આ મહિલાને તેને કારણે ખુબ ગુસ્સો આવે છે અને તે રીક્ષા ચાલકને ધોઈ કાઢે છે. આ વીડિયો વાયરલ થયા પછી નોઈડા પોલીસ એકશનમાં આવે છે.

    આ રહ્યો એ વાયારલ વીડિયો

    આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર Nishant Kataria નામના ટ્વિટર હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે. લોકો આ વીડિયો પર ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે અને એકબીજાને શેર પણ કરી રહ્યા છે. લોકો આ મહિલાને સલાહ અને શિખામણ પણ આપી રહ્યા છે. લોકો આ મહિલાની આ હરકતને વખોડી રહ્યા છે.

    17 થપ્પર મારનાર આરોપી મહિલાની ધડપકડ

    જે મહિલાએ ઈ-રીક્ષાચાલકને ધડાધડ થપ્પર મારીને સૌને ચોંકાવી દીધા હતા. તમને જણાવી દઈએ કે આ મહિલા વિરુધ પોલીસે ફરિયાદ નોંધી છે અને તેની ધડપકડ પણ કરી છે. તેનો ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال