No results found

    Viral Video : 95 વર્ષ પહેલા ગજબની ટેકનીકનો થતો હતો ઉપયોગ, આ રીતે પાર્ક થતી હતી કાર | Viral Video 95 years ago a great technique was used cars were parked like this

    95 વર્ષ પહેલા એક એવી ટેકનીક શોધવામાં આવી હતી, જેના કારણે કાર પાર્કિગમાં કોઈ સમસ્યા થતી ન હતી. આનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે.

    Viral Video : 95 વર્ષ પહેલા ગજબની ટેકનીકનો થતો હતો ઉપયોગ, આ રીતે પાર્ક થતી હતી કાર

    Viral Video

    Image Credit source: TWITTER

    Shocking Video : આજે આખી દુનિયા ટેકનોલોજી પર ચાલી રહી છે. દરેક કામ ટેકનીક અને ટેકનોલોજીની મદદથી સરળ અને ઝડપી રીતે પૂરું થાય છે. સમસ્યાને કારણે નવી નવી ટેકનોલોજીઓ શોધાઈ છે. આપણી આસપાસ પણ એવા ટેલેન્ટેડ લોકો છે જે લોકોની સમસ્યા જાણીને તેને દૂર કરવા કઈ નવી જ શોધ કરી નાંખે છે. આજે આપણી આખી દુનિયા હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે, પણ વર્ષો પહેલા આવું ન હતુ. ત્યારે લોકો અવનવી ટેકનીક યુઝ કરતા હતા. 95 વર્ષ પહેલા એક એવી ટેકનીક શોધવામાં આવી હતી, જેના કારણે કાર પાર્કિગમાં કોઈ સમસ્યા થતી ન હતી. આનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે.

    આ વીડિયો વર્ષ 1927નો પેરિસ શહેરનો છે. આ વીડિયોમાં કાર પાર્કિગની સમસ્યાનું સમાધાન કરવામાં આવી રહ્યુ છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કારની આગળના પૈડા વળી જતા હતા, તેના કારણે કાર પાર્કિગમાંથી કાર નિકાળવામાં કોઈ તકલીફ નહીં થતી હતી. આ ટેકનીક એકદમ શાનદાર હતી. આજે આ ટેકનિકની વધારે જરુર છે, આજે શહેરોમાં પાર્કિગની વધારે સમસ્યા છે. કારે માણસનું જીવન સરળ બનાવ્યુ છે, પણ સાથે સાથે અનેક સમસ્યાઓ પણ લઈને આવ્યુ છે.

    આ રહ્યો એ વાયરલ વીડિયો

    આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર Historic Vids નામના ટ્વિટર હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યા છે. આ વાયરલ વીડિયો વર્ષ 1927ના સમયનો છે. આ વીડિયોને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. માત્ર 38 સેકેન્ડના વીડિયોને લાખો વ્યૂઝ મળ્યા છે. હજારો લોકો આ વીડિયોને લાઈક કરીને તેના પર પોતાની પ્રતિક્રિયા આપી છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોને જોઈને આશ્ચર્યમાં મુકાયા છે.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال