No results found

    જાપાનના દરિયામાંથી મળ્યો કરોડો વર્ષ જૂનો રહસ્યમય જીવ, Viral Video જોઈ દંગ થઈ દુનિયા ! | A million year old mysterious creature found in the sea of Japan the world was shocked to see the viral video

    આવુ જ એક પ્રાણી આજે દુનિયાના એક સ્થળે ફરી જોવા મળ્યુ છે. તેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયા છે. તેને જોઈને આખી દુનિયા દંગ રહી ગઈ છે.

    જાપાનના દરિયામાંથી મળ્યો કરોડો વર્ષ જૂનો રહસ્યમય જીવ, Viral Video જોઈ દંગ થઈ દુનિયા !

    viral video

    Image Credit source: twitter

    દુનિયા રહસ્યોથી ભરપૂર છે. સમયે સમયે આપણને અનેક સંશોધનના માધ્યમથી દુનિયાના આ રહસ્યો (mysterious) વિશે જાણવા મળે જ છે. દુનિયાની શરુઆતના સમયે અનેક વિચિત્ર પ્રાણીઓ જોવા મળ્યા હતા, તેમાના ઘણા આજે લપ્ત થઈ ગયા છે. જેમ કે ડાયનાસોર, વૂલી મેમથ હાથી, તસમાનિયન ટાઇગર વગેરે જેવી અનેક પ્રાણીઓ અને જીવજંતુઓની જાતિ. આજે તેમના પ્રતિક ચિત્રો અને માહિતી જ આપણને જાણવા મળે છે. પણ વિચાર કરો આવા પ્રાણીઓ આજના સમયમાં ફરી જોવા મળે તો ? આવુ જ એક પ્રાણી આજે દુનિયાના એક સ્થળે ફરી જોવા મળ્યુ છે. તેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયા છે. તેને જોઈને આખી દુનિયા દંગ રહી ગઈ છે.

    હાલમાં સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થયો છે, તેને જોઈને દુનિયાના લોકો દંગ રહી ગયા છે. આ વીડિયોમાં એક રહસ્યમય જીવ દેખાય રહ્યો છે. આ વીડિયોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ રહસ્યમય પ્રાણી 8 કરોડ વર્ષ જૂનું છે. આ રહસ્યમય પ્રાણી દરિયામાં મળ્યુ છે. તે એક શાર્ક છે અને તેને ‘ધ ફ્રિલ્ડ શાર્ક’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ શાર્ક દેખાવે વિચિત્ર અને ભયાનક છે. તે જાપાનના અવશીમા આઈલેન્ડના પાસેના દરિયામાંથી મળી આવી છે. મળતી માહિતી અનુસાર આ શાર્કના મોઢામાં લગભગ 300 દાંત છે. જેને કારણે તે વધારે ભયાનક લાગે છે.

    આ રહ્યો એ વાયરલ વીડિયો

    આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @wowinteresting8 નામના ટ્વિટર હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને હાલ 40 લાખ કરતા વધારે લોકોએ જોયો છે. લોકો આ વીડિયોને ખુબ શેર પણ કરી રહ્યા છે અને આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. આ વાયરલ વીડિયો જોઈ લોકો વિચારવા મજબૂર થયા છે કે ખરેખર આવુ કોઈ પ્રાણી હશે ? આ વીડિયોના કેપ્શનમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે , આ પ્રાણી 8 કરોડ વર્ષ પહેલા ધરતી પર જોવા મળ્યુ હતુ.લોકોને આ વીડિયો પર વિશ્વાસ નથી થઈ રહ્યો.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال