No results found

    Viral Video: દરિયાની માછલીઓ પર તીરની જેમ વરસી પડ્યા પક્ષીઓ, વીડિયો જોઈ દંગ રહી ગયા લોકો | Viral Video Birds rained like arrows on sea fish people were stunned after watching the video

    આ વીડિયો આપણને હસાવે પણ છે, કેટલાક રડાવે પણ છે અને કેટલાક આશ્વર્યમાં મુકી દે છે. હાલમાં આવો જ આશ્ચર્યચકિત કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે.

    Viral Video: દરિયાની માછલીઓ પર તીરની જેમ વરસી પડ્યા પક્ષીઓ, વીડિયો જોઈ દંગ રહી ગયા લોકો

    Viral Video

    Image Credit source: twitter

    સોશિયલ મીડિયા ખરેખર માનવજાત માટે વરદાન સમાન છે. તેના કારણે માણસના જીવન સરળ થઈ ગયા છે. દુનિયાના કોઈ ખૂણામાં ઘટનામાં બને તો તેની અપડેટ તરત સોશિયલ મીડિયા પર મળી જતી હોય છે. ભારતથી દૂર ભણવા કે નોકરી માટે ગયેલા આપણા પ્રિયજન શું કરી રહ્યા છે તે પણ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી આપણે જાણી શકીએ છે. ટૂંકમાં દુનિયાના ખૂણે ખૂણે બનેલી સારી, ખરાબ, પ્રશંસનીય, આશ્ચર્યચકિત કરનારી તમામ ઘટનાની માહિતી આપણા સુધી પહોંચતી હોય છે. સોશિયલ મીડિયા પર તે ઘટનાઓના વીડિયો પર ખુબ વાયરલ (Viral) થતા હોય છે. આ વીડિયો આપણને હસાવે પણ છે, કેટલાક રડાવે પણ છે અને કેટલાક આશ્ચર્યમાં મુકી દે છે. હાલમાં આવો જ આશ્ચર્યચકિત કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે.

    તમે કયારેકને કયારેક માછલીઓનો શિકાર કરતા પક્ષીઓના વીડિયો સોશિયલ મીડિયા પર જોયા જ હશે. સામાન્ય રીતે આ પક્ષીઓ પાણીની ઉપર દેખાતી માછલીઓનો પાણીની થોડી નજીક જઈ ચાંચથી કે પગમાં પકડીને આકાશમાં ઉડીને શિકાર કરતા હોય છે. પણ હાલમાં જે વાયરલ વીડિયોમાં જે જોવા મળ્યુ તે ચોંકાવનારુ હતુ. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, દરિયાના એક ભાગ પર આકાશમાં થોડી ઊંચાઈએ કામિકેઝ નામના પક્ષીઓનું ઝૂંડ ઉડી રહ્યુ છે. અચાનક જ આ ઝૂંડ પાણીમાં તરતી માછલીઓના ઝૂંડ પર તૂટી પડે છે. આ ઝૂંડ તે સમયે કમાનમાંથી નીકળતા તીર જેવું લાગતુ હતુ. શિકાર કરવાની પક્ષીઓની આ રીત સૌથી અલગ હતી.

    આ વીડિયોમાં જે પક્ષીઓ દેખાય રહ્યા છે તે પક્ષીઓ કામિકેઝ પક્ષી તરીકે ઓળખાય છે. તે દુનિયાના કેટલાક ભાગમાં જ જોવા મળે છે. તેમના શરીરની બનાવટ એવી છે કે પાણીમાં તેમના ફેફસાને કોઈ નુકશાન નથી થતુ. તેના કારણે જ પાણીમાં જતા જ તેઓ માછલીનો શિકાર કરી લે છે.

    આ રહ્યો એ વાયરલ વીડિયો

    આ ચોંકાવનારો વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર Figen નામની આઈડી પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોને લાખો વ્યૂઝ મળ્યા છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોને જોઈ આશ્ચર્યમાં મુકાયા છે. લોકો આ વીડિયોને શેર પણ કરી રહ્યા છે અને તેના પર પોતાના પ્રતિભાવો પણ આપી રહ્યા છે. આવા દ્રશ્યો ભાગ્યે જ જોવા મળે છે.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال