Wednesday, August 24, 2022
Home »
Breaking News
,
Gujarati
,
India News
,
Latest news
,
Today news
,
trending
» એશિયા કપ પહેલા ફરી એકવાર વાયરલ થઈ વિરાટ કોહલીની આ ફેન | Virat kohli fan Rizla Rehan went viral once again before the Asia Cup
Aug 24, 2022 | 8:42 PM
TV9 GUJARATI | Edited By: Nancy Nayak
Aug 24, 2022 | 8:42 PM

પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના ફેન્સ આખી દુનિયામાં છે. વિરાટે ભલે ચાર વર્ષ પહેલા અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા હોય, પરંતુ આજે પણ ઘણી છોકરીઓનું દિલ આ બેટ્સમેન માટે ધડકે છે. આવી જ એક ફેન છે પાકિસ્તાનની રિઝલા રેહાન. (Rizla Rehan Instagram)

રિઝલા સૌથી પહેલા એશિયા કપમાં જ ચર્ચામાં આવી હતી. વર્ષ 2018માં તે એશિયા કપની મેચમાં પાકિસ્તાનને સપોર્ટ કરવા આવી હતી. કેમેરો તેના પર ગયો અને તે રાતોરાત સેનસેશન બની ગઈ. ભારતમાં તેની તસવીરો ખૂબ વાયરલ થઈ હતી. (Rizla Rehan Instagram)

વર્ષ 2019 માં તે ફરી એકવાર વાયરલ થઈ જ્યારે તેણે એક ઇન્ટરવ્યુમાં કોહલી વિશે અજીબ માંગ કરી. આ ઈન્ટરવ્યુમાં જ્યારે રિઝલાને પૂછવામાં આવ્યું કે તે ભારતમાંથી પાકિસ્તાનને શું આપવા માંગે છે તો તેણે કહ્યું, ‘મને વિરાટ આપો, મને કૃપા કરીને વિરાટ આપો. (Rizla Rehan Instagram)

રિઝલા ક્રિકેટ ફેન હોવા સિવાય સમાજ સેવા પણ કરે છે. તે Deaf Reach ની ગુડવિલ એમ્બેસેડર પણ છે. આ સિવાય તે સ્પેશિયલ ઓલિમ્પિક્સ પાકિસ્તાનને પણ મદદ કરે છે. રેહાન ઘણા અનાથ બાળકોનો આધાર પણ છે. તે કરાચીની છે પરંતુ છેલ્લા 12 વર્ષથી દુબઈમાં રહે છે. (Rizla Rehan Instagram)

2018 માં ટ્રેન્ડિંગસોશિયલ. કોમને આપેલા ઈન્ટરવ્યુમાં રિઝલાએ પોતાના વિશે વાત કરતા કહ્યું, ‘હું કરાચીની છું પરંતુ છેલ્લા 12 વર્ષથી દુબઈમાં રહું છું. હું દુબઈ અને ઈસ્લામાબાદમાં વધુ ટાઈમ સ્પેન્ડ કરું છું. હું એક નાની ચેરિટી કરું છું જ્યાં હું પાકિસ્તાનના વંચિત બાળકોને શિક્ષણ આપું છું. મેં કેટલીક છોકરીઓને દત્તક લીધી છે, જેમનું હું સંપૂર્ણ ધ્યાન રાખું છું. (Rizla Rehan Instagram)
Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.